October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પ્રબુદ્ય નાગરિક સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જાહેર ર જીવન ઉપર લખાયેલ પુસ્‍તક પર પરિસંવાદ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: ડો.આર.બાલાસુબ્રમણ્‍યમ દ્વારા લખાયેલ પુસ્‍તક જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના લાંબા જાહેર જીવન દરમ્‍યાન વહીવટી કુશળતાનું વિશ્‍લેષણ છે. આ પુસ્‍તક આધારિત પરિસંવાદ કાર્યક્રમનું આયોજન વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં મુખ્‍ય વક્‍તા તરીકે બરોડાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્‍સ વિભાગના કેબીનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રબુદ્ધ સંમેલનમાં જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ સ્‍વાગત સંબોધન કર્યું હતું. શ્રીમતી રંજનબેન ભટ્ટ અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજીએપ્રબુદ્ધ સંમેલનમાં હાજર લોકોને પુસ્‍તક આધારિત વક્‍તવ્‍ય આપ્‍યું હતું.
કાર્યક્રમમાં દક્ષિણ ઝોનના સહસંયોજક જગદીશભાઈ પારેખ, વલસાડ જિલ્લાના મહામંત્રીશ્રીઓ શ્રી સીલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્‍દ્રભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખશ્રીઓ શ્રી રાજનારાયણ તિવારી, શ્રી જિતેશભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઇડ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, વાપી તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી દેવલબેન દેસાઈ, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન પટેલ, ઓબીસી મોરચા પ્રમુખ શ્રી નિલેશભાઈ ભંડારી, વલસાડ જિલ્લા ભાજપના હોદેદારો, વાપી શહેર સંગઠનના હોદેદારો, નગરસવેકો, કાર્યકર્તાઓ, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

vartmanpravah

દોષિતોને કડકમાં કડક સજાની માંગણી સાથે દમણ-સેલવાસમાં અનુ.જાતિ સમુદાયે વિશાળ રેલી યોજી દુષ્‍કર્મની ઘટનાને વખોડી

vartmanpravah

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે 212 એકર જમીનમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ આકાર લેશે

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્‍કોપથી કરાવાતું આકાશદર્શન

vartmanpravah

Leave a Comment