September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

વલસાડ શહેરમાં નિચાણવાળા ભાગો પાણીમાં ગરકાવ :
મોગરાવાડી અંડરપાસ બંધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ શહેરમાં વિતેલ મંગળવારે રાતભર પડેલા ધોધમાર વરસાદથી શહેરના નિચાણવાળા ભાગોમાં ઢીંચણથી કેડ સમા પાણી ભરાઈ જતા જનજીવન પારાવાર મુશ્‍કેલીમાં મુકાઈ જવા પામ્‍યું છે.
વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદે જિલ્લાના અનેક વિસ્‍તારોમાં રૌદ્ર સ્‍વરૂપ જોવા મળ્‍યું છે. તેમાં સૌથી વધુ બેહાલી વલસાડ શહેરમાં સર્જાઈ છે. શહેરના ઘણા બજાર, મોગરાવાડી જેવા વિસ્‍તારો વરસાદમાં પાણીથી તરબતર થઈ ચુક્‍યા છે. વલસાડની હોટલાઈન ગણાતું મોગરાવાડી રેલવે અંડરપાસ ત્રણથી ચાર ફૂટ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન અવરજવર બંધ થવાની નોબત ઉભી થઈ છે. તો શહેરના અન્‍ય નિચાણવાળા રહેઠાણ વિસ્‍તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સામાન્‍ય જનજીવન શહેરની બેહાલી થકી પ્રભાવિત થઈ ચુક્‍યુ છે. હજુ તો વરસાદનો પ્રથમ રાઉન્‍ડ જ શરૂ થયો છે ત્‍યાં અડધુ શહેર વરસાદી પાણીમાં તરતુ હોય તેવી બુમાબુમ આમ નાગરિકો કરી રહ્યા છે. પાલિકા તંત્ર શહેરમાં તમામ મોરચે નિષ્‍ફળ નિવડયાનો જીવંત પુરાવો વલસાડ શહેરની હાલત જ પુરો પાડી રહેલ છે.

Related posts

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં દિવાળી પૂર્વે તલાટીઓની થયેલી બદલીઓમાં કેટલાક વગદારોને આજુબાજુ પસંદગીની જગ્‍યાએ નિમણૂંકના મુદ્દે શરૂ થઈ રહેલો કચવાટ

vartmanpravah

દમણમાં યોજાયેલી મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈવેન્‍ટના ત્રીજા દિવસે સાયકલ રેસ ઈવેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્તોને કુલ 1.19 કરોડની સહાય ચૂકવાઈ, સૌથી વધુ પુર અસરગ્રસ્ત વલસાડ તાલુકામાં 1.04 કરોડ ચૂકવાઈ

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા શાનદાર આઝાદ દિને ધ્‍વજવંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

Leave a Comment