(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ કેમ્પસમાં B.A.L.L.B. (ઓનર્સ)ના પ્રથમ વર્ષનો અભ્યાસ કરી રહેલ શ્રી દિવ્યાંશ જોશી ન્યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્પર્ધા, 2024માં વિજેતા ઘોષિત થયો છે અને તેને શ્રેષ્ઠ નિબંધ માટે Rs.10,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
શ્રી દિવ્યાંશ જોષીના વિજેતા નિબંધનું શીર્ષક હતું: ‘‘The Dragon’s Shadow: Effectiveness of India’s China Policy”- ‘‘ડ્રેગનની છાયાઃ ભારતનીચીન નીતિની અસરકારકતા”
વાણિજ્ય, કાયદો અને ન્યાય માટેના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. સુબ્રમણ્યમ સ્વામીના આશ્રય હેઠળ આ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો વિષય હતોઃ ‘‘ભારતીય શાસન અને નીતિમાં સમકાલીન પડકારો અને સુધારાઓ”
ભારતભરની વિવિધ રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓ (NLUs) અને પ્રીમિયર લો સ્કૂલોના 132 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ભારતના 22મા કાયદા પંચના સભ્ય પ્રો. ડૉ. રાકા આર્યની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠિત સંપાદકીય મંડળ દ્વારા આ સ્પર્ધામાં સમાવિષ્ઠ નિબંધોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
શ્રી દિવ્યાંશ રાજસ્થાનના ઉદયપુરનો વતની છે. સિદ્ધિ બદલ તેણે તેના માતા-પિતા, દાદા-દાદી અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
