September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્‍ટનું પાણી બોરીંગમાં ઉતારાશે

આદર્શ ગ્રામ્‍ય પંચાયત તરીકે વિશિષ્‍ટ નાગરિક સુવિધા ગામમાં સી.સી.ટી.વી. કેમેરા જેવી નવિન સેવાઓનું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ લગોલગ આવેલ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતે પ્રશંસનીય કામગીરીનો શુભારંભ કર્યો છે. ગામમાં વોટર હાર્વેસ્‍ટિંગ સિસ્‍ટમ હેઠળ 48 એપાર્ટમેન્‍ટનું વરસાદી પાણી સીધુ જમીનમાં ઉતારવામાં આવશે. 48 પૈકી 9 એપાર્ટમેન્‍ટ પાણી આ યોજના હેઠળ આજે લોકાર્પણ કરવામાં પણ આવ્‍યું છે.
વલસાડ પારડી સાંઢપોર ગામમાં ઉનાળામાં પાણીની તંગી રહેતી હતી. ટેન્‍કરો દ્વારા પાણી પુરવઠા ગામમાં પુરો પાડવો પડતો હતો. તેથી પાણીની મુશ્‍કેલી દુર કરવા માટે પંચાયતના સરપંચ ધર્મેશભાઈ પટેલ દ્વારા પંચાયતના ખર્ચે 48 જેટલા એપાર્ટમેન્‍ટનું વરસાદી પાણી વોટર હાર્વેસ્‍ટિંગ સિસ્‍ટમ હેઠળ બોરીંગમાં ઉતારાશે. જેથી બોરીંગ રિચાર્જ થશે. પાણીના સ્‍તર ઊંચા આવશે. ગામમાં પાણીની સમસ્‍યાનો હવે સરળ ઉકેલ આવશે. આ યોજના પંચાયત દ્વારા નિઃશુલ્‍ક પુરી પાડવામાં આવી રહી છે. આજે પંચાયતમાં વિવિધ વિકાસ કાર્યો વિકાસ અધિકારી ગુરુવાનીના હસ્‍તે લોકાર્પણ કરાયા હતા.જેમાં ગામમાં સી.સી.ટી.વી. કેમેરા પણ લગાવાયા છે. વલસાડ જિલ્લાની અન્‍ય ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓએ વોટર હાર્વેસ્‍ટિંગ સિસ્‍ટમ કાર્યરત કરવાની સમયની માંગ બનેલ છે.

Related posts

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે ગુરુપૂર્ણિમાની થયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર કાર-ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : કટોકટ હાલતમાં કાર ચાલક સારવાર હેઠળ

vartmanpravah

આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે : 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી

vartmanpravah

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં તણાઈ જતા મોત

vartmanpravah

Leave a Comment