January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશે

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન અને વિભાગોમાં ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ ફરજ બજાવી ચુક્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લા પોલીસ વિભાગમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા શ્રી આર.ડી. ફળદુ તા.30 જૂનને શુક્રવારે વય મર્યાદા આધિન સેવા નિવૃત્ત થનાર છે.
ડી.વાય.એસ.પી. શ્રી આર.ડી. ફળદુ મૂળ જામનગર જિલ્લાના કાલાવાડના વતની છે. જી.પી.એસ.સી. દ્વારા સીધી ભરતીમાં તેઓ પોલીસ વિભાગમાં જોડાયા હતા. પ્રથમ પી.આઈ. તરીકે અને પછી ડી.વાય.એસ.પી. તરીકે તેમને બઢતી મળી હતી. મૃદુભાષી અને વ્‍યક્‍તિત્‍વ ધરાવતા ડીવાયએસપી શ્રી આર.ડી. ફળદુ એ જ્‍યાં જ્‍યાં ફરજ બજાવી ત્‍યાં લોકપ્રિય અને કાબેલુ અધિકારીની તેઓએ નામના મેળવી છે. તેઓનું પ્રથમ પોસ્‍ટીંગ રાજકોટમાં થયું હતું અને નિવૃત્ત વલસાડ જિલ્લાપોલીસ વિભાગથી થઈ રહ્યા છે. તેમને ખાસ ઈન્‍વેસ્‍ટીગેશન માટે એન.આઈ.એ. દ્વારા ઈનામ અને સર્ટી પ્રાપ્ત થયેલા છે. વાપી શહેરમાં પણ પી.આઈ. તરીકે તેઓ ફરજ બજાવી ચુક્‍યા છે.

Related posts

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

પારડીની સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન

vartmanpravah

પારડી કન્‍યાશાળાની વિદ્યાર્થીઓને માસિક ધર્મ વિશે ડોકટરો દ્વારા સમજણ આપી કરાયું પેડનું વિતરણ

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીના સન્‍માન સમારંભમાં નરોલીમાં શિક્ષણ સંગઠન અને સેવાનો સર્જાયેલો ત્રિવેણી સંગમ

vartmanpravah

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ પુલ નજીક સુરતના સોનવણે પરિવારને અકસ્‍માત નડયો

vartmanpravah

Leave a Comment