December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અષાઢી મેઘતાંડવમાં વાપી પૂર્વ વિસ્‍તાર વરસાદી પાણીમાં ગરકાવ

ભડકમોરા, સુલપડ, ચાર રસ્‍તા, ચણોદ, હરીયા પાર્કમાં લોકોના ઘર અને રસ્‍તાઓ સુધી વરસાદે સર્જેલી હાલાકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં મેઘરાજા નોનસ્‍ટોપ વરસી રહ્યા છે. સાથે સાથે એકધારા વરસતા વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાતા નાળા, નદીઓ ઉભરાતી થવા લાગી છે. પ્રથમ વરસાદે વાપી શહેરમાં પણ તારાજી સર્જવી આરંભી દીધી છે. શહેરના પૂર્વ વિસ્‍તારમાં આવેલા અનેક વિસ્‍તારોમાં વરસાદી પાણી ફરી વળતા ગરકાવ થતા જોવા મળી રહ્યા છે.
વાપીમાં વરસાદે ખાના ખરાબી સર્જવી શરૂ કરી દીધી છે. શહેરના પヘમિ વિસ્‍તાર ભડકમોરા, સુલપડ, ચાર રસ્‍તા, હરિયા પાર્ક જેવા વિસ્‍તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ચુક્‍યો છે. તેમાં પણ ખાસ કરીને ભડકમોરા સુલપડ જેવા લેબર વસવાટમાં ચાલીઓમાં પાણી ઘરના ઉમરોઠ સુધી આવી ગયા છે. અવરજવર કે રોજીંદી કામગીરી કરવી લોકોને ભારે પડી રહી છે. અહીં કોઈ નાગરિક સુવિધા કે સગવડ પ્રથમથી જનથી ત્‍યાં વરસાદી મારમાં સ્‍થાનિકોનું જીવન વાસ્‍તવિક રીતે દયનીય બની ચૂક્‍યું છે. હજુ તો ચોમાસાનું આગમન છે. તેમ છતાં આ સ્‍થિતિ છે ત્‍યારે આગામી સમયે સ્‍થિતિ વધુ વણસી જશે.

Related posts

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 11 એમ્‍બ્‍યુલન્‍સનું સીવીલ હોસ્‍પિટલ ખાતેથી લોકાર્પણ કરાયું

vartmanpravah

બીપીઆર એન્‍ડ ડી નવી દીલ્‍હીના સહયોગથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ માટે ઈન્‍વેસ્‍ટીગેશન ટ્રેનિંગનો પ્રારંભ

vartmanpravah

ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

vartmanpravah

Leave a Comment