ભડકમોરા, સુલપડ, ચાર રસ્તા, ચણોદ, હરીયા પાર્કમાં લોકોના ઘર અને રસ્તાઓ સુધી વરસાદે સર્જેલી હાલાકી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં મેઘરાજા નોનસ્ટોપ વરસી રહ્યા છે. સાથે સાથે એકધારા વરસતા વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાતા નાળા, નદીઓ ઉભરાતી થવા લાગી છે. પ્રથમ વરસાદે વાપી શહેરમાં પણ તારાજી સર્જવી આરંભી દીધી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા ગરકાવ થતા જોવા મળી રહ્યા છે.
વાપીમાં વરસાદે ખાના ખરાબી સર્જવી શરૂ કરી દીધી છે. શહેરના પヘમિ વિસ્તાર ભડકમોરા, સુલપડ, ચાર રસ્તા, હરિયા પાર્ક જેવા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ચુક્યો છે. તેમાં પણ ખાસ કરીને ભડકમોરા સુલપડ જેવા લેબર વસવાટમાં ચાલીઓમાં પાણી ઘરના ઉમરોઠ સુધી આવી ગયા છે. અવરજવર કે રોજીંદી કામગીરી કરવી લોકોને ભારે પડી રહી છે. અહીં કોઈ નાગરિક સુવિધા કે સગવડ પ્રથમથી જનથી ત્યાં વરસાદી મારમાં સ્થાનિકોનું જીવન વાસ્તવિક રીતે દયનીય બની ચૂક્યું છે. હજુ તો ચોમાસાનું આગમન છે. તેમ છતાં આ સ્થિતિ છે ત્યારે આગામી સમયે સ્થિતિ વધુ વણસી જશે.