April 19, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલા પ્રકરણમાં જીતુ પટેલ અને જિ.પં. સભ્‍ય મિતેશની ધરપકડ

ગત સોમવારે ભૂસ્‍તર વિભાગની ટીમે મોરમ ભરેલી બે ટ્રક અટકાવા જતા ભૂમાફિયાઓએ ટીમ પર હુમલો કરી ધમકી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
કપરાડા વિસ્‍તારમાં ગેરકાયદે માટી ખનન થઈ રહ્યું હોવાની બાતમી ખાણ ખનીજ(ભૂસ્‍તર) વિભાગની ટીમને મળી હતી તે અનુસાર ગત સોમવારે ટીમ કપરાડાના અંભેટી ગામે પહોંચી હતી. અંભેટી ગામે હાર્ડ મોરમ ભરેલી બે ટ્રકો અટકાવી હતી ત્‍યારે કેટલાકઈસમોએ ભૂસ્‍તર ટીમ ઉપર હુમલો કરી ધમકીઓ આપી હતી. આ પ્રકરણની ત્રણ દિવસ પહેલાં નાનાપોંઢા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આજે પોલીસે બે ઈસમોની ધરપકડ કરી હતી. તેમાં એક જિલ્લા પંચાયતનો સભ્‍ય પણ છે.
અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલો અને ધમકી આપતા સ્‍થાનિક ઈસમો એકઠા થઈ ગયેલા અને દાદાગીરી તથા ભૂસ્‍તર ટીમ સાથે મારામારી કરી હતી. આ પ્રકરણમાં જવાબદાર મનાતા ઈસમો વિરૂધ્‍ધ નાનાપોંઢા પોલીસમાં સોમવારે ફરિયાદ નોંધાઈ હતી તે અંતર્ગત આજે જિલ્લા પંચાયત સભ્‍ય મિતેશ પટેલ રહે.રાતા તથા જીતુ પટેલ કોપરલીની અટક કરવામાં આવી હતી. આરોપીઓ માઈન્‍સ સુપરવાઈઝર સહિતના કર્મચારીઓને માર-મારી ગાડી ભગાડી ગયા હતા. આ વિસ્‍તારમાં ભૂમાફિયા બેફામ બની રહ્યા છે.

Related posts

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

મોટી દમણ સીએચસીમાં દાંતોની સુરક્ષા પર દર્દીઓને અપાયું માર્ગદર્શન

vartmanpravah

વેલપરવાની ગુમ પરણીતા પરત ફરી: પરણીતાએ પોતાના સાસરે અને પિયર જવાની ના કહેતા પોલીસે નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

Leave a Comment