March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી તાલુકામાં રાત્રી દરમ્‍યાન પણ ધીમી ધારે વરસાદ ચાલુ જ રહ્યો હતો. અને સવારના સમયે થોડા કલાક વિરામ બાદ બે વાગ્‍યાના અરસામાં ફરી વરસાદ શરૂ થયો હતો. અને સતત એકાદ કલાક મેઘરાજા મનમૂકીને વરસતા ઠેર ઠેર પાણી પાણી થઈ ગયા હતા. તાલુકામાંથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના ઓવરબ્રિજના વલસાડ તરફના છેડે સર્વિસ રોડ અને હાઇવે પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્‍યો સર્જાયાં હતા. અને આ સ્‍થળે મોટી માત્રામાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત મજીગામ કાલાખાડીના પુલની આગળ, થાલામાં સર્વિસ રોડ પર તથા ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ, બગલાદેવ સર્કલની આગળ, જુના વલસાડ રોડ ઉપર કોળી સમાજની વાડીની આગળ પણ પાણી ભરાયા હતા. બે વાગ્‍યાના અરસામાં ધોધમાર વરસાદ વચ્‍ચે વિઝીબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી.
કાળા દિબાંગ વાદળો ઘેરાયેલા રહેવા સાથે ત્રણ દિવસથી નોંધપાત્ર વરસાદને પગલે ખેતરો પણ પાણીથી તરબોળ થતા ખેડૂતોને પણ મોટી રાહત થવા પામી હતી. અને નદી, કોતરો, તળાવમાં પણ પાણીની આવકમાં વધારો થયો હતો.
વરસાદ વચ્‍ચે સમરોલીમાં ગુલાબભાઈ મણીભાઈ પટેલના ઘરનું છત જમીનદોસ્‍ત થતા ભર ચોમાસે પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો હતો. આસાથે તાલુકામાં સાંજે ચાર વાગ્‍યા સુધીમાં ચોવીસ કલાક દરમ્‍યાન 4.44 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાથે સિઝનનો કુલ વરસાદ 11-ઇંચ થવા પામ્‍યો હતો.

Related posts

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

vartmanpravah

ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન

vartmanpravah

વલસાડ મોટી પલસાણ જતી એસ.ટી. બસમાં ચાલુ બસમાં કન્‍ડક્‍ટરને હાર્ટ એટેકનો હુમલો

vartmanpravah

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah

વલસાડ લીલાપોર-સરોધી પુલ પાણીમાં ગરકાવ : જીવના જોખમે રાહદારી-વાહન ચાલકો પુલ ક્રોસ કરે છે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment