રાનકુવા પોલીસ ચોકીની પાછળની એક સોસાયટીમાં પણ ઘરનું તાળું તૂટયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલીના થાલામાં ફરિયાદી ધર્મેન્દ્ર છગનભાઈ લાડ (રહે.સાદકપોર ગોલવાડ તા.ચીખલી) ની થાલામાં નેશનલ હાઇવેના સર્વિસ રોડને અડીને આવેલ આશીર્વાદ ઓટો ગેરેજમાં ગત 27-જુલાઈની રાત્રી દરમ્યાન ગેરેજના પાછળના ભાગનું શટર કોઈ સાધન વડે તોડી ગેરેજમાં પ્રવેશ કરી ગેરેજના ઉપરના માળે ઓફિસના ટેબલના ખાનાનું લોક તોડી તેમાં છેલ્લા દસેક દિવસના વકરાના રોકડા રૂ.1,80,000/- તથા 5,000/- ની કિંમતનું સીસીટીવી કેમેરાનું એનવીઆર પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. પોલીસે રૂ.1,85,000/- ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસપીએસઆઈ-સમીર જે.કડીવાલા કરી રહ્યા છે.
વધુમાં ચીખલીના મહેતવાડમાં થોડા સમય માટે ઘર બંધ હતું તે દરમ્યાન શનિવારના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં ઘરના દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમ કેટલીક રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના બની હતી. રેઇનકોટ પહેરીને આવેલ અજાણ્યા શખ્સ દ્વારા આ રીતે ચોરીને અંજામ આપવાની ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.