Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પોર્ટુગીઝોનું ગોવા પરનું એટલે કે ભારત પરનું આક્રમણ અને શાસન એ જોર જુલમનો જીવતો ઇતિહાસ

  • હિન્‍દુઓની ગુલામગીરીનો, તેમના પર થનારા અસીમ ધાર્મિક અત્‍યાચારોનો ઇતિહાસ અત્‍યંત કરૂણાજનક છે
  • ઈ.સ.1560માં પોપની ઇચ્‍છા અનુસાર ‘બ્રાગ્રાસ’માં ધર્મસમીક્ષણ સભાની સ્‍થાપના કરવામાં આવી, મૂર્તિપૂજા પર બંદી આવવાથી કાગળ પર કે ઝાડનાં પાંદડાં પર મૂર્તિ દોરીને તેની પૂજા અર્ચના કરનારા કે લગ્ન અને જનોઈ જેવા પ્રસંગો કે હિન્‍દુ ઉત્‍સવો ઉજવતા અથવા નાની મોટી કોઈપણ ધર્મવિધિનું આચરણ કરનારાલોકોને શોધીને કે માત્ર શંકાને આધારે પણ પકડીને કડક સજા કરવામાં આવતી, આ સભાનું પોતાનું એક કારાગૃહ હતું, જે ‘સાંતાકાઝ’ એટલે કે પવિત્ર ગૃહ કહેવાતું

(…ગતાંકથી ચાલુ)
આટલી ધાકધમકી, જોર જબરદસ્‍તી, જુલમ, કારાવાસ કે અન્‍ય સજાનો ઉપયોગ કરવા છતાં જે લોકો ખ્રિસ્‍તી ધર્મ સ્‍વીકારતા નહીં તેમને દેહાંત દંડ આપવામાં આવતો. આ બધાનું પરિણામ એ આવ્‍યું કે આ અત્‍યાચારોનો પ્રતિકાર કરવા માટે અશક્‍તિમાન બનેલા હિંદુઓ પ્રદેશ છોડીને નાસવા લાગ્‍યા. ગામોનાં ગામો નિર્જન થયાં. મજૂર અને કારીગર વર્ગનો નાશ થયો. જમીનો વેરાન બની. સરકારી તિજોરી ખાલી થઈ ગઈ. રહ્યો માત્ર સર્વત્ર વ્‍યાપેલો હાહાકાર! તેમાં જ ઈ.સ.1563માં રાજા તરફથી ફરી એક હુકમ આવ્‍યો. ‘પોર્ટુગીઝ પ્રદેશમાંથી બધા હિન્‍દુઓએ એક મહિનાની અંદર પોતપોતાની જમીન જાગીર છોડીને ચાલ્‍યા જવું. નહીં જાય તેમની જમીન તો જપ્ત કરવામાં આવશે જ, ઉપરાંત તે બધાંસ્ત્રી પુરૂષોને આજની (પોર્ટુગીઝ) સરકારના ગુલામ બનાવવામાં આવશે.’
આ સમય દરમિયાન આખા ગોમાંતક(ગોવા) પ્રદેશમાં ગુલામોનો વેપાર ખૂબ ફૂલ્‍યો ફાલ્‍યો હતો. ગુલામોને -સ્ત્રી હોય કે પુરૂષ – ગળામાં ધંૂસરી નાખીને પશુની જેમ વેચવા માટે ઉભાં રાખતાં.સ્ત્રીની કિંમત 30 રૂા. અને પુરૂષની 16 રૂા. રહેતી. આટલાથી પણસંતોષ ન થતાં આર્કબિશપના કહેવાથી રાજાએ વધુ એક ફરમાન બહાર પાડયું. ‘જો આર્કબિશપને કોઈપણ અધાર્મિક (હિન્‍દુ) વ્‍યક્‍તિ દેખાય તો આર્કબિશપની ઇચ્‍છા પ્રમાણે તેની સાથે વ્‍યવહાર કરવો. હિંદુઓને કોઈ પણ ગ્રામ સંસ્‍થાના પદાધિકારી થવા દેવા નહીં કે કોઈ પણ વહીવટમાં ભાગ લેવા દેવો નહીં. ઉદ્યોગધંધા ધરાવતા હિન્‍દુઓને તેમનાં ઉપકરણો, સાધનો કે યંત્રસામગ્રી ખ્રિસ્‍તીઓને વેચી દેવાની ફરજ પાડવી.’
ઈ.સ.1557માં ભરાયેલી ખ્રિસ્‍તી ધર્મોપદેશકોની પ્રાંતીય પરિષદમાં પસાર કરાયેલા ઠરાવ અનુસાર રાજાના હુકમ દ્વારા એક નવો કાયદો કરવામાં આવ્‍યો. તેમાં હિન્‍દુઓને ધર્મગ્રંથ રાખવાની પણ મનાઈ કરવામાં આવી તથા જે લોકો ધર્મ પ્રવચનમાં હાજરી ન આપે તેમની પાસેથી દંડ વસૂલ કરવાનો કે દંડા મારવાનો અધિકાર પણ તેમને આપવામાં આવ્‍યો.
આ પાદરીઓની ચઢવણી અને કાર્યવાહીને કારણે હિન્‍દુઓ પરના અત્‍યાચારમાં પ્રતિદિન વૃદ્ધિ થતી હતી. કેપિતોશ રૂદ્રગીશની કૃતિ તો આ બધાં કરતા એક આંગળ ચઢે તેવી હતી. પોતાના આમંત્રણને માન આપીને ગામલોકો તેમને મળવા ગયા નહીં તેથી ક્રોધવશ તેણે લોટલી ગામનું રામનાથનું દેવાલય બાળીને ભસ્‍મ કર્યું. ઉપરાંત ગવર્નર પાસે લાગવગ લગાડીને નવું ફરમાન બહાર પડાવ્‍યું કે સાષ્‍ટી ગામમાં જેટલાં પણ મંદિરો હોય તેબધાં બાળી નાખવાં, તે મંદિરની માલિકીની બધી જ ચીજવસ્‍તુઓ જપ્ત કરવી અને આ નષ્‍ટ કરાયેલાં મંદિરોની જગ્‍યાએ જ ખ્રિસ્‍તી દેવળો, વિદ્યાલયો તથા ખ્રિસ્‍તી ધર્મ સ્‍વીકારનારાઓ માટે ઘરો બાંધવાં. તેના આ કાર્યનું ભાવિ પેઢીને વિસ્‍મરણ ન થાય તે હેતુથી તેની કબર ઉપર ‘આ ભૂમિ પરનાં હિંદુ દેવાલયોનો વિનાશ કરનારા કેપિતોશ રૂદ્રગીશ દિ.21 એપ્રિલ 1557થી અહીં ચિરનિદ્રામાં પોઢયા છે.’ એવા શબ્‍દો કોતરાયેલા છે.
ઈ.સ.1560માં પોપની ઇચ્‍છા અનુસાર ‘બ્રાગ્રાસ’માં ધર્મસમીક્ષણ સભાની સ્‍થાપના કરવામાં આવી. મૂર્તિપૂજા પર બંદી આવવાથી કાગળ પર કે ઝાડનાં પાંદડાં પર મૂર્તિ દોરીને તેની પૂજા અર્ચના કરનારા કે લગ્ન અને જનોઈ જેવા પ્રસંગો કે હિન્‍દુ ઉત્‍સવો ઉજવતા અથવા નાની મોટી કોઈપણ ધર્મવિધિનું આચરણ કરનારા લોકોને શોધીને કે માત્ર શંકાને આધારે પણ પકડીને કડક સજા કરવામાં આવતી. આ સભાનું પોતાનું એક કારાગૃહ હતું, જે ‘સાંતાકાઝ’ એટલે કે પવિત્ર ગૃહ કહેવાતું. આ પવિત્ર ગૃહની રચના ઘણી વિચિત્ર હતી. તેમાં આવેલા હવા કે પ્રકાશ વિનાના ઓરડાઓની નીચે હવા કે ઉજાસનું અસ્‍તિત્‍વ પણ ન જણાય તેવાં ભોંયરાં, રહેતાં. ઉપર ઉલ્લિખિત અપરાધીઓને આ ભોંયરામાં પૂરવામાં આવતા. વૃદ્ધ, યુવાન,સ્ત્રી, પુરૂષ, ગરીબ, ધનવાન, રોગી, નીરોગીદરેક પ્રકારના કેદીને એક જ પ્રકારની સજા કરવામાં આવતી. તેમની સજાનું વર્ણન પણ રુંવાડા ઉભાં કરી દેનારું છે. કેદીઓના શરીર પર શણનું કાપડ કચકચાવીને બાંધવામાં આવતું. હાથ પાછળ બાંધીને ઉંચે લટકાવવામાં આવતા અને બન્ને પગે ભારે વજન બાંધીને ધક્કો મારીને નીચે પાડવામાં આવતા અથવા દોડતી ઘોડાગાડી સાથે બાંધીને આખા શહેરમાં રસ્‍તે ઘસડવામાં આવતા. નવેમ્‍બર કે ડીસેમ્‍બર મહિનામાં આ કેદીઓ અંગે આખરી નિર્ણય જાહેર કરવામાં આવતો. નિર્ણયના દિવસે (આક-દે-ફ્રે-વિધિ) બધા કેદીઓને સાંતાકાઝની બહાર કાઢવામાં આવતા. તેમના ડાબા હાથમાં મીણબત્તી અને જમણા હાથમાં ક્રોસ પકડાવીને મીરામારના સાનફ્રાન્‍સિસ્‍કના મઠમાં લઈ જવાતા. ત્‍યાં તેમના ચિત્રવિચિત્ર ચિત્રો બનાવીને બાળવામાં આવતાં, તેમને કહેવામાં આવતું કે ભૂત પ્રેત અને વૃક્ષ નદીને પૂજનારા લોકોને આ રીતે જ બાળી મૂકવામાં આવશે. બીજે દિવસે મોટો ઘંટનાદ થતો અને હજારોની સંખ્‍યામાં ખ્રિસ્‍તી ભક્‍તો કેદીઓની એટલે કે ‘જનાવરો’ની પ્રાણહરણ વિધિ જોવા એકતર થતા. છેલ્લે એકવાર ફરીથી તેમને ખ્રિસ્‍તી ધર્મના અંગીકાર માટે પૂછવામાં આવતું. ના પાડનારને ચાબુકથી ફટકારવામાં આવતા, ચિપિયાથી ડામ દેવામાં આવતા, મુક્કા મારીને લોહી ઓકાવવામાં આવતું, કપડાંધોવાતાં હોય તેમ ધોકાવવામાં આવતા અથવા ધોબી પછાડની જેમ પત્‍થર પર અફળાવવામાં આવતા અને આ રીતે તેમના બેહાલ કરીને જીવતા બાળી મૂકવામાં આવતા.
આવા નિરપરાધ લોકો પર થતા અમાનુષી ત્રાસ અને અત્‍યાચારનું કારણ અતિશય દ્રવ્‍યલોભ અને પશુસમાન વિષયસુખની ઇચ્‍છા હતાં. ખ્રિસ્‍તી ધર્મની સમીક્ષક વ્‍યક્‍તિઓના પગાર ઘણા ઊંચા રહેતા. છતાં ધનવા વ્‍યક્‍તિને કોઈ પણ તુચ્‍છ કારણ દર્શાવીને કડક શિક્ષા કરવામાં આવતી, તેની મિલકત જપ્ત કરીને સરકારમાં જમા કરાવતી વખતે આ સમીક્ષકો તેમાંથી ઇચ્‍છા પ્રમાણેની રકમ પોતાની ઇચ્‍છાપૂર્તિ માટે રાખી લેતા, તેમ જ મૂલ્‍યવાન વસ્‍તુઓનું લિલામ પણ અંદરોઅંદર કરતા, જેની આવકનો મોટો હિસ્‍સો સમીક્ષકોના ખિસ્‍સામાં જતો. તે જ રીતે તેમની ઇચ્‍છાને સહેલાઇથી વશ ન થનારીસ્ત્રીઓને પણ કેદમાં નાખીને તેમના પર અમાનવીય અત્‍યાચાર ગુજારાતો, અને છેવટે જીવતી બાળી મૂકવામાં આવતી.
હિન્‍દુઓની ગુલામગીરીનો, તેમના પર થનારા અસીમ ધાર્મિક અત્‍યાચારોનો ઇતિહાસ અત્‍યંત કરૂણાજનક છે. માત્ર હિન્‍દુત્‍વના સંરક્ષણના ઘોર અપરાધને કારણે જ તેમના પર જુલમોનો વરસાદ વરસતો રહ્યો. તેમનીસ્ત્રીઓ પરના અત્‍યાચારની કોઈ મર્યાદા જ રહી નહીં. દેવમંદિરો નાશ પામ્‍યાં, માલમિલકત અને જમીન જાગીર જપ્ત થયાં. આ અત્‍યાચારોથી કંટાળીને તેમાંથીબચવાનો કોઈ માર્ગ ન રહેતાં, ફરીથી હજારોની સંખ્‍યામાં હિજરત શરૂ થઈ. ગામો અને શહેરો ઉજ્જડ થયાં, વેપાર અને ખેતી નાશ પામ્‍યાં. કરવેરા અને જમીન મહેસૂલની આવક બંધ થતાં તિજોરી ખાલી થઈ ત્‍યારે પોર્ટુગલ સરકારે ફરી સ્‍વાર્થી જાહેરનામું બહાર પાડયું. ‘કોઈના પર કોઈ પણ પ્રકારનો જુલમ કરવામાં નહીં આવે. સામાજિક અને ધાર્મિક બાબતોમાં સર્વધર્મસમભાવ રાખવામાં આવશે. ન્‍યાયકાર્યમાં ધર્મભેદ રાખવામાં નહીં આવે.’ આ જાહેરનામાથી હિન્‍દુઓમાં થોડીક આશા આવી અને કેટલાક લોકો પાછા પણ આવ્‍યા. પરંતુ ખોટી ધર્માંધતા, ક્રૂર અસહિષ્‍ણુતા અને મર્યાદાહીન મહત્‍વાકાંક્ષાને કારણે ફરીથી એ જ જુલમી કાયદાનો અમલ શરૂ થઈ ગયો.
ગ્રામ સંસ્‍થામાં હિંદુઓએ ભાગ ન લેવો, બ્રાહ્મણોની માલમિલકત જપ્ત કરવી, હિન્‍દુઓએ ઘોડા પર કે પાલખીમાં બેસવું નહીં, માથા પર છત્રી લેવી નહીં કે પાઘડી પણ બાંધવી નહીં, જનોઈ લગ્ન જેવાં સંસ્‍કારકર્મ બંધ કરવાં, બાળકના પિતાનું મૃત્‍યુ થતાં તેને અનાથ ગણીને બાપ્તિસ્‍માની વિધિ કરી દેવી તથા કોઈ ખ્રિસ્‍તીને તેનો વાલી જાહેર કરી દેવો, દેશી ભાષાઓનો વિનાશ કરવો, હિન્‍દુ ધર્મના લોકોને હદપાર કરીને તેમની સ્‍થાવર જંગમ માલમિલકત જપ્ત કરવી, વગેરે કાયદાનું કડકાઈથી પાલન કરાવવા માટે પાદરીઓએ પણ હથિયાર ઉઠાવ્‍યાં. આ પાદરીસૈન્‍ય કોઈ પણ ગામ પર ત્રાટકતું અને હિન્‍દુઓનો શિકાર, લૂંટફાટ, ભયંકર રક્‍તપાત,સ્ત્રીઓ પર અત્‍યાચાર જેવાં દુષ્‍કર્મો ઉઘાડેછોગ કાયદાના આધારે અને પવિત્ર ગ્રંથ બાઇબલની સાક્ષીએ કરતું. હિન્‍દુઓનું, તેમના હિન્‍દુત્‍વનું ઉચ્‍છેદન કરવા માટે આ પલટનની જ્‍યારે કોઈ ગામ પર ધાડ પડતી ત્‍યારે લોકો જીવ બચાવવા માટે નાસભાગ કરતા. છેવટે આવી ઘટનાઓના વારંવાર થતા પુનરાવર્તનને કારણે હિન્‍દુઓ કંટાળ્‍યા અને તેનો બદલો લેવા માટે ‘ઇસ્‍તેવ્‍હોન’ નામના વસૂલી કામગારને તેમણે મારી નાખ્‍યો. આ બળવાખોરોને પાઠ ભણાવવા માટે આસપાસનાં બધાં ગામો ખ્રિસ્‍તીઓ દ્વારા ઉજ્જડ કરી નાખવામાં આવ્‍યાં.
તે પછીનાં દસ પંદર વર્ષ આ રીતે જ હિન્‍દુઓનો સંઘર્ષ અને પોર્ટુગીઝોના દમન તથા અત્‍યાચારનો સિલસિલો ચાલુ રહ્યો. આ બધાનું અંતિમ પરિણામ એ આવ્‍યું કે ઈ.સ. 1560 સુધી જે ગામમાં એક જ ચર્ચ ઉભું હતું ત્‍યાં તે પછીના 50 થી 60 વર્ષના ગાળામાં અનેક ચર્ચ ઉભાં થઈ ગયાં. મોટાભાગના લોકોએ ખ્રિસ્‍તી ધર્મ અપનાવીને આ અત્‍યાચારમાંથી છુટકારો મેળવી લીધો, જ્‍યારે વધ્‍યા ઘટયા હિન્‍દુઓ ભયના ઓથાર નીચે જીવતા રહ્યા.
આમ પોર્ટુગીઝોનું ગોવા પરનું એટલે કે ભારત પરનું આક્રમણ અને શાસન એ જોર જુલમનો જીવતો ઇતિહાસ છે. દસ લાખ લોકોનું ધર્માંતરણ અને દસલાખ લોકોની કતલ એ તેનું સ્‍વરૂપ છે. આ અત્‍યાચારી આક્રમણનો પ્રતિકાર અને તેમાંથી મુક્‍તિ એ જ દાદરા નગર હવેલી સ્‍વાતંત્ર્ય સંગ્રામના સૈનિકોનો ઉદ્દેશ છે.

(ક્રમશઃ)

Related posts

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાનનું સસ્‍પેન્‍શન પરત ખેંચાતા સંભાળેલો ફરી અખત્‍યાર

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરેલી મહિલા પૂત્ર જન્‍મ બાદ મરણ પામતા પરિવારે બબાલ કરી

vartmanpravah

ધરમપુરના વાંસદાજંગલ ગામે પતિની પ્રેમીકાનું ઢીમ ઢાળવા નિકળેલી પત્‍નીએ ભૂલથી પ્રેમીકાની માતાની હત્‍યા કરી પોતે આપઘાત કરીલીધો

vartmanpravah

Leave a Comment