October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. ખેતીલાયક વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોએ વાવણી કરવા સહિતખેતરમાં ખેડવાની અને ડાંગર-નાગલીનું ધરૂ ઉછેરવાની તૈયારી આરંભી દીધી છે.
આજે સેલવાસમાં 102.2 એમએમ એટલે કે, ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્‍યારે ખાનવેલ વિસ્‍તારમાં 52.2 એમએમ એટલે કે બે ઇંચથી વધુ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશની જીવાદોરી એવા મધુબન ડેમનું લેવલ 66.50 મીટર છે અને ડેમમાં પાણીની આવક 2126 ક્‍યુસેક જ્‍યારે પાણીની જાવક 212 ક્‍યુસેક નોંધાઈ છે.
દાનહમાં સતત ચાર દિવસથી પડી રહેલ વરસાદના કારણે કેટલાક વિસ્‍તારના રસ્‍તાઓ જર્જરીત બની જવા પામ્‍યા છે. જેમાં લુહારી ફાટકથી ખરડપાડા તરફ જતો રસ્‍તો પણ બિસ્‍માર થઈ ગયો છે. ખખડધજ ચાર કિલોમીટરના રસ્‍તાને કાપતા 20 મિનિટથી વધુ સમય નીકળી જાય છે.

Related posts

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

સરકારી શાળાથી શરૂ થયેલી સફરમાં ખેલ મહાકુંભ નિર્ણાયક સાબિત થયો: વલસાડની યુવતીએ દિલ્‍હીમાં રમાયેલી રાઈફલ શૂટીંગ સ્‍પર્ધામાં રાષ્‍ટ્રીય ફલક પર ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના વિદ્યાર્થીઓએ ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં લીધેલો ભાગ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને દમણવાડા હાયર સેકન્‍ડરી શાળાના શિક્ષકોનો સન્‍માન સમારંભ

vartmanpravah

Leave a Comment