September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

ક્‍લીનર બાળા સાહેબના મોત અંગે ભાઈએ ચાલક વિરૂધ્‍ધ કપરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
કપરાડા કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યાની પ્રતિતિ કરાવતો વધુ એક જીવલેણ અકસ્‍માત ગતરોજ સાંજે બન્‍યો હતો. ઘાટ ચઢી રહેલી ટ્રકનો ગેટ ફેઈલ થતા હુડા ગામના ખેતરમાં 30 ફુટ નીચે ટ્રક પલટી પટકાઈ ગઈ હતી. આ જીવલેણ અકસ્‍માતમાં ક્‍લિનરના ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ કપરાડા ઘાટમાં આવેલ હુડા ગામ પાસેથી ટ્રક નં.એમએચ 18 એમટી 7171 ઘાટ ચઢી રહી હતી તે દરમિયાન ગેરમાં ખરાબી સર્જાતા ચાલક અલિ ઉલ્લાહ ખાને ટ્રક પરનો કાબુ ગુમાવતા ટ્રક30 ફૂટ નીચે આંબા ફળીયાના એક ખેતરમાં પટકાઈ હતી. અકસ્‍માતમાં ક્‍લિનર બાલા સાહેબ ગંભીર રીતે ઘવાતા ટ્રકમાં જ તેનુ કરુણ મોત નિપજ્‍યુ હતું. અકસ્‍માત અંગે ક્‍લિનરના ભાઈએ ટ્રક ચાલક વિરૂધ્‍ધ કપરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
—–

Related posts

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્‍યું દિલધડક રેસ્‍કયુ ઓપરેશન

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ રેલવે પ્‍લેટફોર્મ ઉપર ચાલું ટ્રેનમાં ચઢવા જતા મુસાફરનું ટ્રેન-પ્‍લેટફોર્મ પટકાતા મોત

vartmanpravah

વાપી એફસી સતત ત્રીજી વખત સ્‍કાઉટ ગાઇડ મહિલા નાઇટ ફૂટબોલ સ્‍પર્ધાની વિજેતા બની

vartmanpravah

વલસાડ ભાગળ ગામે દરિયા કિનારે લાંગરેલી બોટમાં આજે શુક્રવારે મળસ્‍કે અચાનક આગ લાગી

vartmanpravah

Leave a Comment