Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ ભારે વરસાદને કારણે ખાનવેલથી દૂધની તરફ જઈ રહેલ મુખ્‍ય માર્ગ પર સેલ્‍ટી ગામે નવનિર્મિત પુલના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો તેમજ રોજિંદા વાહન વ્‍યવહાર કરતા વાહન ચાલકો અટવાયા હતા. આ રસ્‍તો દાનહ સાથે કપરાડા તાલુકાને પણ જોડે છે. પ્રદેશની ઈન્‍ડસ્‍ટ્રીઓમાં કામકરવા આવનાર લોકોએ ભારે વરસાદના કારણે માટી પુરાણ ધોવાઈ જવાના કારણે અનેક ગામના લોકો સંપર્ક વિહોણા બન્‍યા હતા અને તેઓએ પરત ફરવું પડયું હતું. જ્‍યારે પુલની બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જિલ્લા પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા હતા અને રસ્‍તાના મરામ્‍મતની કામગીરી આરંભી દીધી હતી.

Related posts

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

સુખલાવમાં બહેને ભાઈને ફોન કરી ઝેરી દવા ગટગટાવી

vartmanpravah

દાનહ અને દમણ-દીવના દરેક જિલ્લામાં અનુ.જાતિ મોર્ચા દ્વારા મૌન-ધરણાં યોજાયા

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી સાથે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો ઉપર મનનીય ચર્ચા-વિચારણાં

vartmanpravah

પારડી પોલીસ દ્વારા સર્વિસ રોડના વાહનો ખસેડાયા: છેલ્લા કેટલાક સમયથી થતી ટ્રાફિકની સમસ્‍યાનો અંત

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ પખવાડા અંતર્ગત દમણમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment