January 16, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

નવી શિક્ષણ નીતિ હેઠળ તમામ શિક્ષકો માટે સ્‍કાઉટ ગાઈડ શિક્ષણ ફરજિયાત : ચાર્મી પારેખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ ઉપ પ્રમુખ ડો. અપૂર્વ શર્મા દ્વારા રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલય ઈન્‍ડિયા સ્‍કાઉટ ગાઈડ નેશનલ હેડક્‍વાર્ટર નવી દિલ્‍હી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સંઘપ્રદેશ સ્‍કાઉટ કમિશ્નર શ્રી જયેશ ભંડારીના સહકારથી દાનહ જિલ્લા પંચાયતની તમામ શાળાઓમાં સ્‍કાઉટ ગાઈડની પ્રવૃતિઓ ફરજિયાત કરવામાં આવી છે. જે અંતર્ગત 39 શિક્ષકોએ 22 થી 28 જૂન સુધી કૃષિ તાલીમ કેન્‍દ્ર ડોકમરડી ખાતે 7 દિવસીય પુખ્‍ત આગેવાન તાલીમ શિબિરમાં સ્‍કાઉટ ગાઈડ કબબુલબુલના સ્‍કાઉટ માસ્‍ટર, ગાઈડ કેપ્‍ટન, કબ માસ્‍ટર અને ફલોક લીડરનો બેઝિક કોર્ષ અને તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. જેમાં દાનહ જિલ્લા પંચાયતના 20ઉચ્‍ચત્તર પ્રાથમિક શાળા, આલોક પબ્‍લિક સકૂલ, પ્રભાત સ્‍કોલર એકેડેમી, બચપન પ્‍લે સ્‍કૂલ, મોમ્‍સ એન્‍ડ કિડ્‍સ ક્‍લબના 39 પસંદગી પામેલ શિક્ષક ભાઈ-બહેનો તામલી મેળવી હતી. જે અંતર્ગત આ તમામ તાલીમ પામેલ શિક્ષકો 10 વર્ષથી 18વર્ષ સુધીના બુલબુલ સ્‍કાઉટ ગાઈડ તૈયાર કરશે.
દરમિયાન શિક્ષકોને સ્‍કાઉટ ગાઈડનું પ્રાથમિક શિક્ષણ, સ્‍કાઉટ ગાઈડની પ્રાર્થના, ધ્‍વજ ગીત, ગણવેશનું જ્ઞાન, જૂથ, દળ અને ગાઈડ કંપનીની તાલીમ, નોંધની પ્રેક્‍ટિસ, દોરડાની મદદથી પહેલવાનની તૈયારી, પ્રાથમિક સારવાર, નકશા બનાવવા, ટેન્‍ટ બનાવવા, અનુમાન લગાવવું, આપત્તિ વ્‍યવસ્‍થાપન, રાત્રિ શિબિર, વાસણો વિના રસોઈ બનાવવી વગેરેની તાલીમ આપવામાં આવી હતી.
આ સાત દિવસીય તાલીમ શિબિરના સમાપન સમારોહમાં દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રમુખ સુશ્રી ચાર્મી પારેખની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. આ પ્રસંગે સુશ્રી ચાર્મી પારેખે શિક્ષકો સહિત તાલીમમાં ભાગ લેનારા તમામને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, સ્‍કાઉટ ગાઈડ વિશ્વભરમાં એક સંસ્‍થા છે. જે તમામ બાળકોને શારીરિક શિક્ષણ પૂરૂં પાડે છે અને નૈતિક રીતેતેમને ઊંચાઈ ઉપર પહોંચાડે છે. આ સફળ તાલીમ માટે તમામ ચાર લીડર ઓફ ધ કોર્સ સ્‍કાઉટ વિંગ સ્‍ટેટ ઈન્‍સ્‍ટ્રક્‍ટર કમિશનર સ્‍કાઉટ વેસ્‍ટર્ન રેલ્‍વે સ્‍ટેટ ઈન્‍ડિયા સ્‍કાઉટ ગાઈડ અબ્‍દુલ શેખ એલટી સ્‍કાઉટ, આસિસ્‍ટન્‍ટ આઝમ શેખ, જીવન મટકે એલટી કબ અને મહારાષ્‍ટ્ર સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઈડ સાથે જ ગાઈડ વિંગના શોભા મોહનદાસ એલટી ગાઈડ સહાયક લલિતા ટોકે અને અલકા પવાર એલટી ફલોકને સંભારણું અર્પણ કરીને આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
તાલીમ શિબિરમાં ભાગ લેનાર તમામ સ્‍પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા, તેમજ શિબિરની વિગતો રજૂ કરી હતી, તેમજ દાનહ પ્રદેશ ભારત સ્‍કાઉટ ગાઈડ વતી ડો. અપૂર્વ શર્મા અને જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ ભંડારી તેમજ આલોક પબ્‍લિક સ્‍કૂલ, પ્રભાત સ્‍કોલર એકેડમી, બચપન પ્‍લે સ્‍કૂલ, મોમ્‍સ એન્‍ડ કિડ્‍સ ક્‍લબ શાળાના આચાર્યનો વિશેષ સહકાર બદલ આભાર માન્‍યો હતો.

Related posts

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

vartmanpravah

દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરી ખાતે ઈલેક્‍શન કંટ્રોલ રૂમનો પ્રારંભ

vartmanpravah

નાની દમણના સોમનાથ ખાતેની શ્રુતિ કોમ્‍પ્‍યુટર ક્‍લાસનું શટર તોડીને રૂા.65 હજારની ચોરીનો આરોપી રાજસ્‍થાનથી પકડાયો: શ્રુતિ કોમ્‍પ્‍યુટર ક્‍લાસ સિવાય સોમનાથ વિસ્‍તારની અન્‍ય 8 દુકાનોમાં પણ કરેલી ચોરી

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

Leave a Comment