December 1, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં મધુબન ડેમમાં પાણીની આવક વધતાં 10 દરવાજા 2.70 મીટર ખોલાતા દમણગંગા બે કાંઠે વહીઃ નીચાણના તમામ રહેણાંક વિસ્‍તારોને સાવચેત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીમાં ગત બુધવારની રાત્રિના 8 વાગ્‍યાથી લઈને આજે ગુરૂવારે રાત્રિના 8 વાગ્‍યા સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા તમામ દસ દરવાજા 2.70મીટર સુધી ખોલવામાં આવ્‍યા છે, જેના કારણે દમણગંગા નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી. ભયજનક સપાટી 82 મીટર છે પરંતુ આગોતરા આયોજન અંતર્ગત સત્તાવાળાઓએ પાણી છોડવાનું નક્કી કરાયું છે. નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. દાદરા નગર હવેલી અને વાપી તથા દમણના નદી તટના તમામ 37 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા છે અને લોકોને દમણગંગા નદી કિનારે નહીં જવાની લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે. વધુ વરસાદને કારણે 84 જેટલા રસ્‍તા ઓવરટેપિંગને લઈ બંધ થયા છે.
દમણગંગા નદીમાં પાણી છોડવાથી પૂરની સ્‍થિતિને જોતાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નદીકિનારે, સેલવાસ રિવરફ્રન્‍ટ ઉપર નહીં જવા અને લોકોને સાવચેત તાકીદ કરવામાં આવી છે. સેલવાસમાં 3 ઇંચ(85.2એમએમ), ખાનવેલમાં 4.78 ઇંચ(121.3એમએમ) વધુ વરસાદ વરસ્‍યો. સંઘપ્રદેશ દાનહમાં સિઝનનો કુલ વરસાદમાં સેલવાસમાં 75ઇંચ (1905.0 એમએમ) અને ખાનવેલમાં 66.92 ઇંચ (1699.0એમએમ) વરસી ચુક્‍યો છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમનું લેવલ 72.55 મીટર છે અને ડેમના તમામ દસે દસ દરવાજા 2.70મીટર સુધી ખોલી દેવામાં આવ્‍યા છે. ડેમમાં પાણીની આવક 104343 ક્‍યુસેક અને જાવક 94393 ક્‍યુસેક છે.

Related posts

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્‍યાહ્‌ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ

vartmanpravah

પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment