September 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

આર.બી.આઈ.એ જારી કરેલ 15.27 ટકા સીઆરએઆરઃ બેંક માટે આવકારદાયક દર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની એક માત્ર સહકારી બેંક દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે નાણાંકીય વર્ષ 2023-24ના પહેલાં ત્રિમાસિક ગાળામાં 1 એપ્રિલ- 2023થી 30 જૂન-2023 સુધી રૂા.3.70 કરોડનો નફો રળ્‍યો છે. તેની સાથે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 37.40 લાખ રૂપિયાની શેર કેપિટલમાં પણ વધારો કરીશેર કેપિટલને 20.68 કરોડ રૂપિયા સુધી પહોંચાડયો છે.
ગત નાણાંકીય વર્ષ 2022-23માં બેંકે 9.45 કરોડ રૂપિયાનો નફો રળી શેરધારકો અને ગ્રાહકોનો વિશ્વાસ હાંસલ કર્યો હતો. ગત વર્ષની માફક આ વર્ષે પણ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે 2022-23 માટે પણ કાનૂની ઓડિટમાં ‘બી’ ગ્રેડ જાળવી રાખ્‍યો છે. જે બેંક માટે મોટી સફળતા માનવામાં આવે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા હાલમાં જ કાનૂની ઓડિટર દ્વારા સીઆરએઆર 15.27 ટકા જારી કર્યો છે જે ઘણો આવકારદાયક છે.
અત્રે યાદ રહે કે, જૂન, 2020માં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકનું સંચાલન ગવર્નિંગ બોડી પાસેથી લઈ પ્રશાસનના હાથોમાં લઈ લીધું હતું. ત્‍યારથી બેંકનું ભાગ્‍ય પણ ઉઘડી ગયું છે અને ઉત્તરોત્તર પ્રગતિ પણ થઈ રહી છે.

Related posts

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

vartmanpravah

ધરમપુરમાં એક ચિકનશોપમાં ગૌમાંસ મળી આવ્‍યા બાદ તમામ ચિકનશોપમાં તપાસ કરવાની માંગ ઉઠી

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ-જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

Leave a Comment