December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં એક ચિકનશોપમાં ગૌમાંસ મળી આવ્‍યા બાદ તમામ ચિકનશોપમાં તપાસ કરવાની માંગ ઉઠી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: આજરોજ તા.04/12/2024 ના દિને ધરમપુર મામલતદાર શ્રી અને પીઆઇ શ્રી ધરમપુરને ધરમપુર તાલુકામાં આવેલ દરેક ચિકનશોપની દુકાનોમાં મળતું (ચીકન) માસની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.
હાલે ધરમપુર તાલુકાના આસુરા ગામેથી ચિકન શોપની દુકાનમાંથી ગૌમાંસ મળી આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે. જે આશરે 14 કિલોથી વધારે ગૌમાંસ હોય તો મને એવું લાગે છે કે આ ચિકન શોપમાંથી અન્‍ય જગ્‍યાએ પણ સપ્‍લાય કરવામાં આવતું હોઈ શકે કારણકે આખે આખી ગાયનું ગૌમાંસને એક જ જગ્‍યાએથી બધું જ વેચાઈ જવું પોસિબલ નથી. ધરમપુરની અનેક એવી સોપ હશે. જ્‍યાં આ વ્‍યક્‍તિદ્વારા ગૌમાંસ સપ્‍લાય કરવામાં આવતું હશે. જેથી ધરમપુર તાલુકાની બજારમાં આવેલ તમામ ચિકન શોપ આજુબાજુ વિસ્‍તારમાં આવેલ ચિકન શોપમાં તપાસ કરવામાં આવે કારણ કે અમારા આદિવાસી વિસ્‍તારના લોકો ગાયનું દૂધ ભરી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. એવા અમારા આદિવાસી વિસ્‍તારમાં અનેક પરિવારો છે જેઓ ફક્‍ત ગાયના દૂધ પર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. એટલે અમારા આદિવાસીઓ માટે ગાય એક માઁ સમાન છે, જેથી ધરમપુર તાલુકાની દરેક દુકાનોની તપાસ કરવામાં આવે નહીં તો આગામી દિવસમાં આદિવાસી સમાજ દ્વારા આવા કળત્‍ય કરનારની દુકાનોમાં જનતા રેડ કરવામાં આવશે એવી ફરિયાદ કરવામાં આવી હતી.

Related posts

હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયતોને ઈલેક્‍ટ્રીક રીક્ષા વિતરણ કરવામાં આવી

vartmanpravah

વલસાડમાં બે સ્‍થળોએ આખલાઓનોઆતંક: વૃધ્‍ધને હવામાં ફંગાળતા સારવારમાં ખસેડાયા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ કોલેજમાં એનએસ યુનિટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીથી મોબાઈલ ચોર કરતી ટોળકીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્‍ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

Leave a Comment