October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ વાપી દ્વારા વલસાડ જિલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા આર.સી. ફળદુ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા ભવ્‍ય નિવૃત્તિ સન્‍માન સમારોહ યોજાયો

– સંજય તાડા દ્વારા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીમાં સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા વલસાડ જિલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા શ્રી આર.સી. ફળદુ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વાપીમાં સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા ભવ્‍ય નિવૃત્તિ સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એવા શ્રી આર.ડી. ફળદુ જેવો સૌરાષ્‍ટ્ર લેવા પટેલ સમાજમાંથી આવતા હોય અને તેઓએ વલસાડ જિલ્લામાં તથા નવસારી વિભાગમાં પોલીસ અધિકારી તરીકે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અને તેઓ દ્વારા સમાજ ઉપયોગી અનેક કામો પણ કરવામાં આવ્‍યા હતા. જેને ધ્‍યાને લઈતારીખ 30-6-2023ના રોજ શ્રી આર.ડી. ફળદુ વલસાડ પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી તરીકે નિવૃત્ત થયા હતા.

 વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા તારીખ 2-7-2023ને રવિવારના રોજ સાંજે 6:00 કલાકે પટેલ સમાજની વાડીમાં શ્રી આર.ડી. ફળદુનો નિવૃત્તિ સન્‍માન સમારોહનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે પ.પૂ. કપિલ સ્‍વામીજી અને પૂ. ભક્‍તિ સ્‍વામીજી તેમજ સમાજ ટ્રસ્‍ટી શ્રી મહેશભાઈ શેખડા, શ્રી નિકેશભાઈ બલર, શ્રી અતુલભાઈ સાવલિયા, શ્રી રમણીકભાઈ ભગત, શ્રી રમેશભાઈ કોટડીયા, શ્રી પ્રવિણભાઈ પેથાણી, શ્રી રસિકભાઈ ઠુમ્‍મર, શ્રી જયસુખભાઈ ચભાડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટી અને સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ તરફથી માજી ડીવાયએસપી શ્રી જે.એમ. પટેલ, વાપી વિભાગના એલસીબી પી.આઈ. શ્રી વી.બી. બારડ, એસ.ઓ.જી. પી.આઈ. શ્રી જે.એન. ગોસ્‍વામી તેમજ વાપી ટાઉન, વાપી ઉદ્યોગ નગર અને ડુંગરા પોલીસ મથકના પીઆઈ તેમજ પીએસઆઈ તેમજ વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો ચીફ શ્રી સંજય તાડા સહિત સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન શ્રી પરેશભાઈ અંટાળા, શ્રી ભરતભાઈ કથિરીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે આભારવિધિ શ્રી જગદીશભાઈ કોરાટ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

પરિયામાં મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતઃ મોટરસાયકલ સવારનું સારવાર દરમિયાન કરૂણ મોત

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

આહવામાં પાર તાપી રિવરલીંક યોજના વિરુદ્ધ જાહેરસભા બાદ રેલીમાં હજારો આદિવાસીઓ ઉમટયા: પાર તાપી રિવરલીંક યોજનાનો વિરોધ પૂર્વ આદિવાસી પટ્ટી વિસ્‍તારમાં જોર પકડી રહ્યો છે

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

Leave a Comment