(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19 : આગામી 26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે યોજાનાર પરેડના ભાગ રૂપે દાદરા નગર હવેલી પોલીસ દ્વારા પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. આજે પોલીસ હેડ ક્વાર્ટર પર પોલીસ, હોમગાર્ડના જવાનો દ્વારા પરેડનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ સહીત આઈઆરબી જવાન, હોમગાર્ડ, મહિલા કોન્સ્ટેબલ, એનએસએસની ટીમ પરેડની પ્રેક્ટીસ કરીરહ્યા છે. સાથે બ્યુગલ અને ઢોલના તાલ સાથે પરેડની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.