June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: પારડી પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ચાર રસ્‍તા આગળ મહારાષ્‍ટ્ર પાસિંગની ટ્રકને રોકી તપાસ કરતાં 1050 જેટલી ગોળની ભેલી મળી આવતા આ અંગે બિલ સહિતના પુરાવા માંગતા ચાલકે રજૂ ના કરી ગલ્લા-તલ્લા કરતા શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ભરેલી ટ્રક કબજે લઈ પારડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પારડી પોલીસની ટીમ ગત રોજ પારડી ચાર રસ્‍તા ઓવરબ્રિજ પાસે વાહન ચેકિંગની કામગીરીમાં ઉતરી હતી. જે દરમિયાન ચીવલ રોડ તરફથી આવતી ટ્રક નંબર એમએચ-42-બીએફ-1544 ને અટકાવીહતી અને ટ્રક ચેક કરતાં ટ્રકમાં ગોળની ભેલી નંગ 1050 જેની કિંમત રૂા.3,67,500નો જથ્‍થો મળ્‍યો હતો. જેથી પોલીસે આ ગોળ અંગેના બિલ સહિતના પુરાવાઓ માંગ્‍યા હતા પરંતુ ચાલક કિરણ રવીન્‍દ્ર દિવેકર ઉ.વ. 25 મહારાષ્‍ટ્ર પૂનાએ બિલ કે બિલ્‍ટી નહીં હોવાનું જણાવતા આ ગોળનો જથ્‍થો ચોરી કે છળકપટથી મેળવ્‍યો હોવાની શંકા જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 3,67,500નો ગોળ અને રૂા.5,00,000 ની ટ્રક મળી કુલે રૂા.8,72,500 નો જથ્‍થો સીઆરપીસી કલમ 102 મુજબ કબજે લઈ તેમજ 41 (1) ડી મુજબ કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસે ચાલકની કરેલી પૂછપરછમાં આ જથ્‍થો મહારાષ્‍ટ્ર પુનેથી મોર્યો એગ્રો ફૂડ કંપનીથી ભરી સુરત સચિન ખાતે ચિરાગ નામના વ્‍યક્‍તિને આપવા જવાનો હોવાનું જણાવ્‍યું હતું. આ સાથે પારડી પોલીસે આ શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ખાદ્ય છે કે પછી અખાદ્ય છે જે જાણવા એફએસએલને નમૂના મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

Related posts

ડાયાબિટીસ મુક્‍ત ગુજરાતઃ વલસાડમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા સેલવાસ ખાતે ઝૂનોટિક રોગો અંગે તબીબી અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ શિબિર યોજાઈ

vartmanpravah

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

vartmanpravah

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment