(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.07
દીવ એક નાનકડો પ્રદેશ છે, અને આ પ્રદેશની વિધાર્થીની સિધ્ધિ આર.બારીયાએ રાષ્ટ્રીય સ્તરે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર એન.એસ.એસ પાર્ટુનમાં કમાન્ડીગ તરીકેની ભૂમિકા ભજવીએ દીવ માટે ભારતભરમાં મોટી ઉપલબ્ધિ છે, દિલ્હી ખાતે પરેડનું લાઈવ પ્રસારણ પણ દીવની જનતા ઉત્સાહથી નિહાળ્યું હતું, દીવમાં આગમન બાદ તેમનું વિવિધ સ્થળો એ સન્માન સમારોહ યોજાયો હતો.
દીવ કલેકટર શ્રીમતી સલોની રાયે પણ તેને પ્રોત્સાહન આપી પ્રશંસા કરી હતી. તેજ રીતે દીવ કોલેજમાં તથા અનેક સંસ્થાઓ દ્વારા અને દીવના વણાંકબારા સમાજ દ્વારા પણ તેમનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાનવણાંકબારાની દિકરી સિધ્ધિ રમેશ બારિયા દ્વારા દીવ તથા સમાજને ગૌરવશાળી બનાવવા માટે ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું, હતું. વણાંકબારાના વિવધ સમાજ દ્વારા શાંતિ ભવન ખાતે બારીયા સિધ્ધિ રમેશનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યું હતો. કાર્યક્રમ દરમિયાન સિધ્ધિ રમેશ બારિયાએ પોતાના સપનું સાકાર થયું તેનો સંપૂર્ણ વિવરણ તથા તેમના દિલ્હી રાજપથના અનુભવો જણાવ્યા તેમને 2019માં કમાન્ડીગ આપવાનું સપનું જોયું તે સાકાર થતા તેને દીવ જીલ્લાનું સમાજનું તથા દીવ કોલેજનું ગૌરવ વધાર્યું અને તેને દિલ્હી સ્તરે દીવનું નામ રોશન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ પટેલશ્રીઓ, તથા પ્રોફેસરે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે તેમની મહેનતથી જ આ સફળતા મળી છે અને તેને સમાજ દ્વારા પૂરેપૂરો સહયોગ આપવામાં આવશે, તેઓ એ વધુ મા જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીએ દીવ માટે સુવર્ણ દિવસ હતો. સિધ્ધિ દ્વારા 100 મહિલાઓની ટુકડીની કમાન્ડીગ કરી અને રાષ્ટ્રપતિ ને સલામી આપી હતી.
તે દીવ માટે ગૌરવની અને ઐતિહાસિક ક્ષણ હતી, સિધ્ધિએ જે સમાજ દીવ અને કોલેજનું નામ વધાર્યું એનાથી દીવની બીજી વિધાર્થીનીઓ અને મહિલાઓ ને પ્રેરણા મળશે,આજરોજ વણાંકબારાના દરેક સમાજ દ્વારા સિધ્ધિ રમેશ બારિયા ઉત્સાહ પૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. સિધ્ધિને સમાજ દ્વારા ટ્રોફિ, રોકડ રકમ તથા મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.