September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્‍ટેન્‍ડની સ્‍થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકી

ચારે તરફ કાદવ થતા મુસાફરો અને બસ ચાલકોની હાલત કફોડી, કાદવમાં બસો ફસાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી ટાઉનમાં રેલવેની નવા ઓવરબ્રિજની કામગીરી આધિન ટાઉન સ્‍થિત એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ ગત તા.21-12-22ના રોજ વાપી હાઈવે ઉપર હંગામી બસ સ્‍ટેન્‍ડ તરીકે કાર્યરત કરવામાં આવેલ છે પરંતુ હાલ વિકલ્‍પ તો સચવાયો છે પણ ચોમાસાને લીધે આખો ડેપો કાદવ-કિચડમાં ફરવાઈ ચૂક્‍યો છે. જેને લઈ મુસાફરો અને બસ ચાલકો એસ.ટી. સ્‍ટાફ અપાર મુશ્‍કેલીઓનો ભોગ બની રહ્યા છે.
વાપી કોર્ટની પાસે દમણગંગા નહેર વિભાગની જમીન ઉપર હાલમાં હંગામી બસ સ્‍ટેન્‍ડ કાર્યરત છે. પણ ચોમાસાએ ડેપોની હાલત ખરાબ કરી દીધી છે. ડેપો કાદવ-કિચડમાં ફેરવાઈ ચૂક્‍યો છે. મુસાફરો અવર જવર કરી શકતા નથી. કાદવમાં બસો ફસાઈ રહી છે. ધક્કા મારી બહારકાઢવામાં આવે છે. આ સ્‍થિતિ અંગે ડેપો મેનેજરએ બાંધકામ શાખાના અધિકારીઓને વારંવાર રજૂઆથ કરાઈ છે પણ પેટનું પાણી હાલતું નથી. લોકો ખરડાયેલા પગ અને કપડા સાથે બસમાં મુસાફરી કરવા મજબુર બની રહ્યા છે. બીજું બસના ટાયરોનો કાદવ ને.હા. સર્વિસ રોડ ઉપર ઠલવાઈ રહ્યો છે તેથી સર્વિસ રોડ ઉપર માટીના થર જામી રહ્યા છે. હજુ આખુ ચોમાસુ માથે છે ત્‍યારે ડેપોની આ સમસ્‍યાનો ઉકેલ જરૂરી છે.

Related posts

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણમાં આડેધડ દારૂ-બિયર વેચતા વાઈનશોપ અને બાર રેસ્‍ટોરન્‍ટો સામે તવાઈની શરૂઆત

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

Leave a Comment