(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.18: ચીખલીમાં કાવેરી નદીના જુના પુલ પાસે ભગવાન શ્રી ગણેશજીની કેટલીક મૂર્તિઓ ખંડિત અવસ્થામાં પાણી બહાર દેખાતા ભક્તોની લાગણી દુભાઇ તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થળે વધુ ઊંચાઈ વાળી મૂર્તિઓનું ક્રેઇન મારફતે વિસર્જન કરાયું હતું. વધુ ઊંચાઈની મૂર્તિઓની સ્થાપના કરાતી હોય તેવામાં તેનું યોગ્ય રીતે વિસર્જન થાય તેની પણ તકેદારી મંડળો દ્વારા રાખવી જોઈએ.
Previous post