January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભિલાડ નજીકના ઝરોલીમાં ત્રાટકેલા ચાર લૂંટારૂ

મકાનને ટાર્ગેટ બનાવતા હથિયાર બતાવી પરિવારના સભ્‍યોને બાનમાં લઈ ઝવેરાત મળી રૂા.2.35 લાખની મચાવેલી લૂંટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: ભીલાડ નજીકના ઝરોલી છિપવાડ વિસ્‍તારમાં મધ્‍યરાત્રીના સમયે ત્રાટકેલા ચાર લૂંટારોએ એક મકાનને ટાર્ગેટ બનાવી રૂપિયા 2.35 લાખની લૂંટ મચાવતા સમગ્ર વિસ્‍તારમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી છે. હિન્‍દી ભાષી અને અંદાજિત 20 થી 25 વર્ષના મજબૂત બાંધાના ત્રણ અને એક અંદાજિત 30 થી 35 વર્ષનો એમ ચાર લૂટારુઓએ મો ઉપર કાળા કલરનું કાપડ બાંધી રાજકુમાર રામુભાઈ ધોડીયાના ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને લાકડાની સીડી વડે પહેલા માળે સૂતેલા રાજુભાઈ અને એમની પત્‍ની તેમજ પરિવારના સભ્‍યોનેભર ઊંઘમાંથી જગાડ્‍યા હતા. લૂંટારૂઓ પાસે બંદૂક જેવું હથિયાર અને લોખંડના સળિયા તેમજ ડિસમિસ વડે હુમલો કરવાની ધમકી બતાવી ઘરમાં રાખેલ રોકડ રકમ તેમજ દાગીનાની માંગણી કરી હતી. રાજુભાઈ અને એમનો પરિવાર ડરી જતા ઘરમાં રાખેલ 11 તોલા સોનાના ઘરેણા અને રૂપિયા 15000 રોકડા તેમજ મોબાઈલ નંગ 3 મળી રૂા.2.35 લાખની લૂંટ કરી ભાગી છુટયા હતા. લૂંટારૂઓ ઘટનાને અંજામ આપી ભાગી છુટયા બાદ પરિવારના સભ્‍યોએ 100 નંબર ઉપર પોલીસ તંત્રને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્‍થળે ઘસી આવ્‍યો હતો. લૂંટારુઓનું પગેરૂ શોધવા પોલીસ તંત્રની ટીમે તપાસ હાથ ધરી છે.

Related posts

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો : 3 થી 4 ભક્‍તો વિસર્જન કરી શકશે

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલને જન્‍મ દિનની શુભેચ્‍છા આપવા કાર્યકરોની લાગેલી લાંબી હરોળ

vartmanpravah

Leave a Comment