Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

કાર ચાલકે રિક્ષાના ગ્‍લાસ ઉપર પાણી ઉડાડતા રિક્ષા ડિવાઈડર પર ચઢી પલટી મારી ગઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપીથી સુરત જઈ રહેલ રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે ઉપર બ્રિજના છેડે અચાનક પલટી મારી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. સદ્દનસીબે રિક્ષાના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઘાયલ રિક્ષા ચાલકને સારવાર માટે ખસેડાયો હતો.
વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર મંગળવારે મોડી રાત્રે અકસ્‍માત સર્જાયો હતો. વાપીથી સામાજીક કામ પતાવી મુસ્‍લિમ પરિવાર એક મહિલા, બે બાળકો અને વૃધ્‍ધ રિક્ષા નં.જીજે 05 એવાય 6703માં બેસી સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા પાસેથી પસાર થયેલી એકકારે પાણી ઉડાડતા રિક્ષાના ગ્‍લાસમાં દેખાવું બંધ થઈ જતા રિક્ષા ડ્રાઈવરે કાબુ ગુમાવતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈને પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં મુસ્‍લિમ પરિવારનો ચમત્‍કારિક બચાવ થયો હતો. પરંતુ રિક્ષા ચાલકને ફેક્‍ચર થતાં લોકોએ 108 દ્વારા વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડયો હતો. કાર ચાલકોએ પણ ડ્રાઈવિંગમાં બેફિકરાઈ ના દાખવવી જોઈએ.

Related posts

વલસાડ એલસીબી પોલીસે વાઘલધરા હાઈવે ઉપરથી રૂા.૧૪.૯૦ લાખનો દારૂનો જથ્થો ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું

vartmanpravah

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

vartmanpravah

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબઃ સનિ ભીમરા

vartmanpravah

કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્‍સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાયેલી ઉજવણી

vartmanpravah

દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાનહ જિ.પં.ની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

Leave a Comment