કાર ચાલકે રિક્ષાના ગ્લાસ ઉપર પાણી ઉડાડતા રિક્ષા ડિવાઈડર પર ચઢી પલટી મારી ગઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વાપીથી સુરત જઈ રહેલ રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે ઉપર બ્રિજના છેડે અચાનક પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે રિક્ષાના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઘાયલ રિક્ષા ચાલકને સારવાર માટે ખસેડાયો હતો.
વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર મંગળવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. વાપીથી સામાજીક કામ પતાવી મુસ્લિમ પરિવાર એક મહિલા, બે બાળકો અને વૃધ્ધ રિક્ષા નં.જીજે 05 એવાય 6703માં બેસી સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા પાસેથી પસાર થયેલી એકકારે પાણી ઉડાડતા રિક્ષાના ગ્લાસમાં દેખાવું બંધ થઈ જતા રિક્ષા ડ્રાઈવરે કાબુ ગુમાવતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈને પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં મુસ્લિમ પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ રિક્ષા ચાલકને ફેક્ચર થતાં લોકોએ 108 દ્વારા વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડયો હતો. કાર ચાલકોએ પણ ડ્રાઈવિંગમાં બેફિકરાઈ ના દાખવવી જોઈએ.