Vartman Pravah
Breaking Newsદમણ

ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં દમણના કચીગામ કાછલ ફળિયા સહિત સમગ્ર વિસ્‍તાર ભક્‍તિમય બન્‍યો

કચીગામ ચાર રસ્‍તા સુધી નિકળેલી શોભાયાત્રામાં જોડાયેલું આખું કચીગામ : મહાપ્રસાદ સાથે પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દમણના કચીગામ કાછલ ફળિયા ખાતે ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આજે સમાપન થયું હતું. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં ફક્‍ત કચીગામ જ નહીં પરંતુ સમગ્ર દમણ ભક્‍તિભાવથી ઉપસ્‍થિત રહી આજે મહાપ્રસાદમાં પણ સેંકડો ભાવિકભક્‍તો જોડાયા હતા.
કાછલ ફળિયાના ભિખી માતા અને દુધી માતાના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે મોટી શોભાયાત્રા પણ કચીગામ ચાર રસ્‍તા સુધી જઈ પરત મંદિરના પટાંગણમાં પહોંચી હતી. સાંસદ શ્રી લાલુભાઈ પટેલ એમના પુત્ર અને યુવા નેતા શ્રી ગૌરાંગ લાલુભાઈ પટેલ સહિતની ટીમ તથા શ્રી ઈશ્વરભાઈ અને તેમના સાથીદારોએ આ સમગ્ર કાર્યક્રમને સફળ અને યશસ્‍વી બનાવવા પોતાના તન, મન અને ધનનું યોગદાન આપ્‍યું હતું. મનિષા વસાવા અને તેમના સાથીઓએ ભજન અને ભક્‍તિ ગીતનીજમાવેલી રમઝટથી સમગ્ર વાતાવરણ ભક્‍તિમય બનવા પામ્‍યું હતું.

Related posts

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્‍યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્‍યમ શાળામાં સેમિનાર યોજાયો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

vartmanpravah

Leave a Comment