હરિયા હોસ્પિટલમાં પિતા વાસુદેવ ચાંદવાની
ન્યુરોસર્જનની ફરજ બજાવી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વાપીમાં રહેતા રોનક ચાંદવાનીએ મેડિકલ પ્રવેશ નીટની પરીક્ષા 2023 આપી હતી. જેમાં રોનક ભારતભરના 20 હજાર જેટલા પરીક્ષાર્થીઓ વચ્ચે ઈન્ડિયા લેવલે 1213મો રેન્ક મેળવી વાપીનું નામ રોશન કરેલ છે.
રોનક તેને મળેલી સફળતા સખત મહેનત અને શિક્ષણ પ્રત્યેની સમર્પણને ગણાવી હતી. રોનકના પિતા વાસુદેવ ચાંદવાની વાપીની હરિયા હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવી રહ્યા છે. માતા કિરણબેન ગૃહિણી છે. તેમજ કોમર્સ ગ્રેજ્યુએટ છે. રોનક જ્ઞાનધામ સ્કૂલ વાપીમાં 11-12માં અભ્યાસ કરેલો તે પછી વાપીના આકાશ કોચિંગ સેન્ટરમાં નીટનું કોચિંગ કર્યું હતું તેમજ રોનક ઉમરગામ એસ.એસ.વી. જ્ઞાન કેન્દ્રનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. રોનક દેશ-સમાજની સેવા હેતુ પિતાના પગલે ન્યુરો સર્જન બનવાની મહેચ્છા ધરાવે છે.