April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આગામી તારીખ 01 ડીસેબર, 2024ના રોજ યોજાનાર કોમન લૉ એડમિશનટેસ્‍ટ(CLAT) માટે 22મી ઓક્‍ટોબર સુધી નોંધણી કરી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ સહિત દેશની પ્રતિષ્ઠિત નેશનલ લૉ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા ઈચ્‍છુક વિદ્યાર્થીઓ માટે આવશ્‍યક એવા કોમન લૉ એડમિશન ટેસ્‍ટ(CLAT) માટે નોંધણી કરવા માટેની તારીખ સત્તાધિશો દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્‍યાનમાં રાખી આગામી 22મી ઓક્‍ટોબર સુધી લંબાવવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ 22 ઓક્‍ટોબર, 2024ના રાત્રિના 11:59 વાગ્‍યા સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે વિશે નિઃશુલ્‍ક માર્ગદર્શન માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યાર્થીઓ સેલવાસના આમલી સ્‍થિત ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી(જીએનએલયુ) કેમ્‍પસની મુલાકાત લઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી-સેલવાસ કેમ્‍પસમાં બી.એ. એલ.એલ.બી. અને એલ.એલ.એમ. અભ્‍યાસક્રમોમાં 25 ટકા બેઠકો કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યાર્થીઓ માટે આરક્ષિત છે. ઉપરાંત, કોમન લૉ એડમિશન ટેસ્‍ટ(CLAT) માટે નોંધણી કરાવી હોય તેવા સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક કોચિંગ ક્‍લાસનું પણ આયોજન કરવામાં આવશે અનેનિઃશુલ્‍ક વાંચન સામગ્રી પણ આપવામાં આવશે.
અત્રે યાદ રહે કે, કોમન લૉ એડમિશન ટેસ્‍ટ(CLAT) આગામી તારીખ 01 ડીસેબર, 2024ના રોજ યોજાનાર છે.

Related posts

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

vartmanpravah

વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો

vartmanpravah

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah

પારડીતાલુકાના ગોયમા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, દાતાઓ અને માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા મોક્ષ રથનું  કરાયેલું લોકાર્પણ

vartmanpravah

દાનહની ઉમરકૂઈ સરકારી શાળામાં સ્‍પર્શેન્‍દ્રિય રક્‍તપિત્ત રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment