October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના ધગડમાળ, ડેહલી અને અરનાલા ગામોમાં રૂા.72.50 લાખના વિકાસના કામોને મંજૂરી

જિ.પંચાયત શાસક પક્ષના નેતાની વારંવારની રજૂઆતના
પગલે રૂા.72.50 લાખના વિકાસના કામો મંજુર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિ.પંચાયત શાસક પક્ષના નેતા શૈલેશકુમાર રઘુભાઈ પટેલે જિ.પંચાયતની સામાન્‍ય સભામાં કલેક્‍ટરની ચીવલ મુકામે યોજાયેલ રાત્રી સભામાં અને જિલ્લા કક્ષાના સ્‍વાગત કાર્યક્રમમાં કલેક્‍ટર કચેરી ખાણ-ખનિજ વિભાગની ડીસ્‍ટ્રીક્‍ટ મિનરલ ફાઉન્‍ડેશન ફંડ સામે પોતાના મત વિસ્‍તારના ખાણ-ખનિજ વિસ્‍તારના ગામો ધગડમાળ, ડહેલી અને અરનાલામાં વિકાસના કામો મંજુર કરવા વારંવાર રજૂઆત કરતા જિલ્લા કક્ષાની એક્‍ઝીકયુટીવ કમિટી અને જિ.કક્ષાની ગવર્નિંગ કાઉન્‍સિલે ધ્‍યાનમાં લઈ પ્રધાનમંત્રી ખનિજક્ષેત્ર કલ્‍યાણ યોજના અંતર્ગત પારડીતાલુકાના ધગડમાળ ગામે પ્રાથમિક શાળાના પાંચ ઓરડા માટે રૂા.62.50 લાખ, ધગડમાળ તળાવ ફળીયા સ્‍માર્ટ આંગણવાડી માટે રૂા.5 લાખ અને ડહેલી મુસલમાન ફળીયા સ્‍માર્ટ આંગણવાડી માટે રૂા.5 લાખ મળી કુલ રૂપિયા 72.50 ના વિકાસના કામો મંજુર થયેલ છે.
ધગડમાડ ડહેલી વિસ્‍તારના તા.પંચાયત સભ્‍ય પારડી તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા શૈલેશભાઈ શંકરભાઈ પટેલ, ધગડમાળ સરપંચ અંકીતાબેન પટેલ, ડહેલી સરપંચ તેજલબેન પટેલ અને પારડી તાલુકા ભાજપના ઉપાધ્‍યક્ષ રાજુભાઈ આહીરે જિ.પંચાયત શાસક પક્ષના નેતા શૈલેશકુમાર પટેલનો આભાર માની આજ રીતે વિકાસના કામો કરાવવાની આશા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

વલસાડ જિલ્લા મહિલા પોલીસ SHE ટીમ સિનિયર સિટીઝનને સાઈબર ક્રાઈમથી માહિતગાર કરશે

vartmanpravah

દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આજીવન કોંગ્રેસી રહેલા આદિવાસીનેતા કેશુભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તિરંદાજી તાલીમ આપવામાં આવી

vartmanpravah

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment