June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના ખેરડી પંચાયતમાં સરપંચ શ્રી યશવંતભાઈ ઘુટિયાના અધ્‍યક્ષસ્‍થાને દાદરા નગર હવેલી વિકાસ અને આયોજન અધિકારીના આદેશ અનુસાર ‘મનરેગા સામાજિક ઓડિટ’ની ગ્રામસભા યોજાઈ હતી. જેમા મનરેગા વિભાગના શ્રીમતી શર્મિષ્ઠા દેસાઈએ સામાજિક ઓડિટમાં થયેલ કામોની ચકાસણી કરી હતી અને જાણ્‍યું હતું કે, મનરેગા યોજનાનો લાભ લોકો સુધી યોજનાનો લાભ મળ્‍યો છે કે નહીં? ત્‍યારબાદ શ્રી દિવ્‍યેશ સાંબરએ મનરેગા યોજનામાંથી પીએમએવાયજી લાભાર્થીને આપવામાં આવેલ મજૂરીની યાદી વંચાણે લીધી હતી. ત્‍યારબાદ જિલ્લા પંચાયતના અધિકારીએ ગ્રામ સભામાં ઉપસ્‍થિત ગ્રામજનોને જણાવેલ કે મનરેગા યોજનામાં આપણે ઘણાં બધા કામો કરી શકીએ છીએ અને જે કામ કરી આપણે રોજગારી મેળવી શકીએ છીએ અને યોજનાનો લાભ લેવો જોઈએ.
આ અવસરે અધ્‍યક્ષસ્‍થાને ઉપસ્‍થિત સરપંચયશવંતભાઈ ઘુટિયાએ મનરેગા યોજનામાંથી પીએમએવાયજી લાભાર્થીને મજૂરીના નાણાં ચુકવાયા છે કે નહીં તેની પૂછપરછ કરી હતી. સામાજિક ઓડિટની ગ્રામસભામાં જિલ્લા પંચાયત અધિકારી શ્રી ક્રિષ્‍ણા ચૈતન્‍ય અને શ્રી રાકેશભાઈ મેહતા, મનરેગા યોજનાનો સ્‍ટાફ, પંચાયત સ્‍ટાફ, લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્‍કોપથી કરાવાતું આકાશદર્શન

vartmanpravah

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

એસ.ટી. વિભાગીય કચેરી વલસાડ ખાતેથી માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે ઓનલાઈન સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાંથી આજથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થયો

vartmanpravah

આજે વલસાડમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

vartmanpravah

Leave a Comment