(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી, સુરત દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન કાઉન્સિલ એક્ટીવીટીના ભાગરૂપે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ ચાલે છે. જેમાં સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીના “Formulation of Polyherbal Cream for Haedache and fever” પ્રોજેક્ટને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોગ્રામ દ્વારા ગ્રાન્ટ પ્રાપ્ત થઇ છે. વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક અને વૈચારિક નવીનતા કેળવવાના હેતુથી સમાજને ઉપયોગી નીવડે એવા સંસોધનો સંબધિત પ્રોજેક્ટો અને દરખાસ્તો સુરત ખાતે રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના બી. ફાર્મના સાતમાં સેમેસ્ટરની વિદ્યાર્થીની જાધવ અનુષ્કા વિજય ને રૂપિયા ૫૦૦૦૦/- ગ્રાન્ટ મળેલ છે. જે સંસ્થા અને કોલેજ માટે ગૌરવવંતી બાબત છે. આ સ્ટાર્ટઅપ માટે કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે ના માર્ગદર્શન હેઠળ તેમજ અસોસીયેટ પ્રોફેસર ભૂમિ સ્નેહલ પટેલ ના નેતૃત્વમાં વિદ્યાર્થીનીએ દરખાસ્ત રજુ કરી હતી. આ પ્રોજેક્ટની પસંદગી થવા બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીનીને તેમજ તેના માતા-પિતાને અભિનંદન આપ્યા હતા.
