Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિશ્રામ હોટલ સામેથી દારૂ ભરેલ ઈનોવા કાર પકડતી પારડી પોલીસ

38400 નો દારૂ અને 5 લાખની કાર મળી કુલ 5,53,400 નો મુદ્દામાલ કબજે લઈ ત્રણની કરી ધરપકડ, બે વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ ઈન્‍દ્રજીતસિંહ માધુભા, ચંદુ સુરપાલ, પ્રદિપસિંહ પ્રતાપસિંહ, બલભદ્રસિંહ દિલાવર સિંહ, કાનજી નારણ, અશોક મૂળજી, નરેન્‍દ્ર સિંહ કર્ણાજી, કળપાલસિંહ ચંદુસિંહ, મહેન્‍દ્રસિંહ મહોબતસિંહ વિગેરેનાઓ પારડી વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાને એક ગ્રે મેટલ કલરની ઈનોવા કાર નંબર ડીએન 09 એચ 1554 દમણથી મોતીવાડા બ્રિજ થઈ સુરત દારૂ ભરી જઈ રહી હોવાની મળેલી બાતમી આધારે પારડી પોલીસે પારડી વિશ્રામ હોટલની સામે નેશનલ હાઈવે નંબર 48 વાપીથી સુરત જવાના રોડ પર વોચ ગોઠવી બાતમી વાળી કાર આવતા ટ્રાફિક જામ કરી એને બેટરીના લાઈટ વડે ઉભી રાખી તપાસ કરાતા કારના પાછળના દરવાજામાં અને સ્‍ટેપની ટાયરમાં દમણ બનાવટનો વિદેશી દારૂ નંગ 264 કિંમત રૂપિયા 38,400 નો મળી આવ્‍યો હતો. પારડી પોલીસે (1) હેમંત અમરતભાઈ કોળી પટેલ રહે.મહેતા હોસ્‍પિટલ, કાકા બાવાની વાડી, કીલ્લા પારડી (2) રોહન સુરેશ મલિક રહે.દમણીઝાપા, ગજાનંદકોમ્‍પલેક્ષ, કિલ્લા પારડી, (3) અમિત અશોકભાઈ હળપતિ રહે.નૂતન નગર સોસાયટીની ધરપકડ કરી (4) રાજન રહે.નાની વાકળ (5) શિવમ ઉર્ફે શીવો રાજુભાઈ રાઠોડ રહે કડોદરા, સુરત ને વોન્‍ટેડ જાહેર કરી 38400 નો દારૂ 5 લાખ રૂપિયા ગાડીની કિંમત અને 15000 રૂપિયાના મોબાઈલ મળી કુલ 5,53,400 ના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયા કરી રહ્યા છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

ચીખલી તાલુકાના તેજલાવ પ્રાથમિક શાળામાં યોજાયું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

vartmanpravah

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment