(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17 : આ વર્ષે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો જિલ્લા સ્તરીય કાર્યક્રમ સાયલી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે. જેની તૈયારીના ભાગરૂપે આજે જિ.પં. પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાએ કચેરી ખાતે બેઠક યોજી હતી. આજે દાદરા નગર હવેલી જીલ્લા પંચાયત કચેરીમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અરૂણ ગુપ્તા, જિ.પં. ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો અને પંચાયત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે 26મી જાન્યુઆરીએ યોજાનારા પ્રજાત્તાક દિવસની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.