July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત મોપેડ સવારને પોલીસ વેનમાં હોસ્‍પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી ચાર રસ્‍તાના ઓવરબ્રિજ પર હાઈવેની રેલિંગને કોઈ વાહન તોડી ગયું હોય આ રેલિંગમાં અન્‍ય વાહનો ભેરવાઈ અકસ્‍માત ન થાય જેને લઈ પારડી પોલીસના પી.આઈ બી.જે. સરવૈયા તેમની ટીમ સાથે ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા. ઘટના સ્‍થળે પહોંચેલી પોલીસ સ્‍થળનું નિરીક્ષણ કરી રેલિંગ હટાવવાની કામગીરી કરાવે તે પહેલા વાપી જતાં ટ્રેક પર અગાઉથી ઊભેલો એક પીકઅપ ટેમ્‍પો નંબર જીજે-15-એટી-7904 ના પાછળ મોપેડ નંબર જીજે-21-ડીએ-3257 નો ચાલક આવી ધડાકાભેર ટેમ્‍પો પાછળ ઘૂસી જતાં ઈજાના કારણે ઘટના સ્‍થળે જ અર્ધ બેભાન થઈ ગયો હતો. પારડી પોલીસે 108ને જાણ કરવા છતાં ઈજાગ્રસ્‍ત જલ્‍દી સારવાર મળેતે હેતુસર પી.આઈ. બી.જે. સરવૈયાએ પોલીસ સ્‍ટાફને ઈજાગ્રસ્‍તને પોલીસ વાનમાં હોસ્‍પિટલ લઈ જવાનું કહેતા પોલીસ જવાનો તાત્‍કાલિક ઈજાગ્રસ્‍તને ઉચકી પોલીસ વાનમાં બેસાડી પારડી હોસ્‍પિટલ લઈ જઈ દાખલ કર્યો હતો. ખરેખર પારડી પોલીસે ફરજ સાથે ઈજાગ્રસ્‍તનો જીવ બચાવવા તાત્‍કાલિક સારવાર મળે એ આશયથી પોલીસ વાનમાં હોસ્‍પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.

Related posts

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

કપરાડા નાસિક રોડ સુથારપાડા નજીક યુવાનોએ શ્રમદાન કરીને રોડના ખાડા પુર્યા : તંત્રને લપડાક

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

vartmanpravah

…અને એટલે જ આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપનો રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે વાગી રહેલો ડંકો

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોની વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ હવે હાથવેંતમાં

vartmanpravah

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah

Leave a Comment