October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાંથી ભાજપ મેનીફેસ્‍ટો માટે 25 હજાર સુચનો મંગાવશે, સુચનો આધારે મેનીફેસ્‍ટો તૈયાર થશે

વિધાનસભા વિસ્‍તાર દીઠ 5 હજાર સુચનો મંગાવાશે, પ્રોફેશન ક્ષેત્રના એક્‍સપર્ટ પાસેથી મેન્‍યુઅલી પેટીમાં તથા ઈ-માધ્‍યમથી સુચનો મંગાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લા ભાજપ હેડક્‍લાર્સ કમલમ્‌માં પત્રકાર પરિષદનું આયોજન થયું હતું. જિલ્લા ભાજપના નેતાઓએ આગામી લોકસભાની ચૂંટણીમાં તૈયાર થનાર મેનીફેસ્‍ટો અંગે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, ભાજપ સમક્ષ દેશભરમાં મતદારોના વિચાર જાણવા સુચનો-સુઝાવ, પ્રજા વચ્‍ચે કાર્યકરો જશે તે અનુસાર મેનીફેસ્‍ટો તૈયાર થશે. વિધાનસભા વિસ્‍તાર દીઠ 5 હજાર એટલે કે કુલ 25 હજાર સુચનોલેવાશે. જેમાં વેપારી, ડોક્‍ટર, વકીલ, શિક્ષક, આઈ.ટી., સૈનિક સરકાર ક્ષેત્ર સમુહના લોકોના સુચનો લેવામાં આવશે. એકત્રિત સુઝાવ પેટીમાં રાખવામાં આવશે. જેમાં ડિઝીટલ માધ્‍યમનો વ્‍યાપક ઉપયોગ કરવામાં આવશે. તે માટે મિસ્‍ડ કોલ મોબાઈલ નં.90909020024 શરૂ કરવામાં આવ્‍યો છે. પ્રોફેશનલ એક્ષ્પર્ટ પાસેથી સુઝાવ મંગાવાશે. પત્રકાર પરિષદમાં પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, જિલ્લા પ્રભારી મહેન્‍દ્રભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ કમલેશ પટેલ, મહેન્‍દ્ર ચૌધરી, શિલ્‍પેશ ેદસાઈ, લોકસભા બેઠક પ્રભારી, જિલ્લા પ્રમુખ હેમંત કંસારાની અધ્‍યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ તમામ પ્રક્રિયાઓ બાદ એક સંકલ્‍પપત્ર તૈયાર કરવામાં આવનાર છે.

Related posts

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે શિક્ષકોની ઇકો ક્‍લબ અને પ્રકૃતિ તાલીમ શિબિર યોજવામાં આવી

vartmanpravah

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

Leave a Comment