Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવ

2024 લોકસભા ચૂંટણીની તૈયારીનો આરંભ સાંસદ લાલુભાઈ પટેલે દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનું કરેલું આયોજન

શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પોતાની ટીમ સાથે ફરી મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા ઉપર પ્રદેશમાં થયેલા વિકાસ કામોની આપી રહેલા જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્રમાં સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભાજપ દ્વારા જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકોના માધ્‍યમથી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશના તમામ જિલ્લાના મંડળોમાં અભિયાન 30મી મેથી અવિરત ચાલુ છે. જેના ઉપલક્ષમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. આજે દીવના ઘોઘલા ગ્રામ પંચાયત વિસ્‍તાર અને દીવના બંદર ચોક વિસ્‍તારમાં સાંસદ શ્રી લાલુભાઈ પટેલ દ્વારા જન સંપર્ક અભિયાન ચલાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશ અને પ્રદેશમાં થયેલા વિકાસ કામોની જાણકારી લોકોને આપવામાં આવી હતી. સાથે કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રદેશમાં ચલાવવામાં આવીરહેલ વિવિધ જનઉપયોગી યોજનાઓથી પણ લોકોને અવગત કરાયા હતા અને પ્રદેશની તમામ જન કલ્‍યાણકારી યોજનાઓનો લાભ લેવા આહ્‌વાન કર્યું હતું.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં ચલાવાઈ રહેલા જન સંપર્ક અભિયાન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓની સાથે ઘોઘલા મંડલમાં અને દીવ શહેર મંડળના ગાંધીપરા વિસ્‍તારમાં એક ટિફિન બેઠકનું આયોજન કરી સંવાદ કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે સાંસદ શ્રી લાલુભાઈ પટેલની સાથે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશ આગરિયા, દીવ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી કિરીટ વાજા, દીવ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મોહનભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજી ભીખા બામણીયા, દીવ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેમલતાબેન રામા, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન, નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રી હરેશ પાચા કાપડિયા, દીવ શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુ દવે, ન.પા. કાઉન્‍સિલર શ્રીમતી નીતાબેન જાદવ, શ્રી વિપુલભાઈ, શ્રી દિનેશ સોલંકી, શ્રીમતી હર્ષિદાબેન, શ્રી ક્રિદાનભાઈ અને જિલ્લા પંચાયતના સભ્‍યો, ભાજપ કાર્યકર્તા શ્રીમતી હેમાંશીબેન રાજપૂત, શ્રીમતી હંસાબેન સંદીપભાઈ જાદવ, શ્રી કિશોર કાપડિયા, શ્રી છગનભાઈ બામણિયા, ભાજપ મીડિયા કન્‍વીનર શ્રી શ્રી પ્રિયાંક સોલંકી, શ્રી ભવ્‍યેશભાઈ તથા મોટી સંખ્‍યામાં ભાજપના વિવિધ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ આઅભિયાનમાં જોડાયા હતા.

Related posts

કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝના સંસ્‍થાપક કનૈયાલાલ જૈનના જન્‍મદિવસ નિમિતે સીલી સ્‍થિત કંપનીના યુનિટ-2ના પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ: 215 યુનિટ એકત્ર કરાયેલું રક્‍ત

vartmanpravah

વાપી બલીઠા હાઈવે મામલતદાર કચેરી સામે દોઢ મહિનાથી ઘોંચમાં પડેલ સર્વિસ રોડનું કામ શરૂ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબ દ્વારા પ્રથમ વાર્ષિકોત્‍સવ ઉજવાશે

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન થ્રીડી સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઇડના પ્રમુખ બનશે

vartmanpravah

તા.30મીએ તમાકુ નિયત્રણ કમિટિની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment