(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાદરા નગર હવેલીના નરોલી ગામે બ્રાહ્મણ ફળિયામા નવનિર્મિત શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન મહા વદ તેરસને 14 ફેબ્રુઆરીના રોજ આયોજીત કરવામા આવેલ છે.
જે સંદર્ભે 12ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે નવ વાગ્યાથી યજ્ઞ રવિવારના રોજ સવારે દસ વાગ્યે શોભાયાત્રા કાઢવામા આવશે અને 14 ફેબ્રુઆરીને સોમવારના રોજ સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા દરમ્યાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામા આવેલ છે સાથે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ પ્રાર્થના ભવન, વલ્લભ વાડીમા રાખવામા આવેલ છે.
શ્રી સાંઈ શિવ સેવાટ્રસ્ટ નરોલી દ્વારા ભાવિકભક્તોને આ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રિત કરવામા આવ્યા છે.
Previous post