March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાયું : કઈ કંપનીનું પાપ

ચોમાસામાં વરસતા વરસાદની તક લઈ પ્રદૂષિત પાણી ઠાલવવાની ચેષ્‍ઠા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: જી.પી.સી.બી. અને વી.આઈ.એ. લાખ ઉધામા કરે પરંતુ પ્રદૂષણ ફેલાવવાના માહિરોને જાણે કાયદાની કોઈ અસર જ નથી તેવું આજે શુક્રવારે સરેજાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાઈ રહેલું જોવા મળ્‍યું હતું.
વાપી જી.આઈ.ડી.સી.માં કાર્યરત ખાસ કરીને કેમિકલ યુનિટો દ્વારા પ્રદૂષણ ઠેલાવવાની બુમાબુમ જુની છે. પ્રદૂષણ નિયંત્રિત થતું જોવા મળી રહ્યું નથી. જી.પી.સી.બી. અને વી.આઈ.એ. પ્રદૂષણકન્‍ટ્રોલ કરવાના અનેક ધમપછાડા કરી રહેલ છે પરંતુ પ્રદૂષણનું પાપ કરનારા અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં ચાલુ વરસાદના પાણીમાં પીળા રંગનું પ્રદૂષિત પાણી બિન્‍દાસ ચાલી રહેલું જોવા મળી રહ્યું હતું. ક્‍લોઝર કે દંડની જાણે કોઈ પરવા જ ના હોય તેમ પ્રદૂષણ અટકતું નથી તેનો આજે જીવંત દાખલો જોવા મળ્‍યો હતો. ડ્રેનેજની અંદર પીળુ પાણી વહી રહેલું જોવા મળ્‍યું હતું.

Related posts

વાપી કેબીએસ કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનો સેમિનાર યોજાયો

vartmanpravah

તુલીપ હોટલ કાંડની ઘટનાથી ભાજપની પ્રતિષ્‍ઠાખરડાતા દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહ 6 વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

વલસાડ 181 અભયમે પિતા-પુત્રીના ઝગડાનું સુખદ સમાધાન કરાવ્‍યું

vartmanpravah

છેલ્લા બે મહિનાથી દાનહમાં બેંકો રૂા.1 લાખ કરતા વધુની રકમના ઉપાડ તથા જમાની વિગતો પ્રશાસનને આપશે

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ કોલેજમાં એનએસ યુનિટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment