January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં ભવાડા ગામે ખેલાયો ખૂની ખેલ: બે પરિવારોના ઝઘડામાં યુવાનને પથ્‍થરો મારી પતાવી દીધો

ભવાડામાં રસ્‍તા બાબતે બે પાડોશીઓ વચ્‍ચે ઝઘડામાં સામ સામો પથ્‍થરમારો ચલાવાયેલો જેમાં સતિષ ગાયકવાડનો ભોગ લેવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ધમરપુરના અંતરિયાળ આદિવાસી વિસ્‍તારોમાં ગામડાઓમાં નાની નાની બાબતોમાં નિરક્ષરતાને લઈ મોટા ઝઘડા વાતવાતમાં થઈ જતા હોય છે. આજે મંગળવારે ધરમપુર નજીક આવેલ ભવાડા ગામે માત્ર રસ્‍તા જેવી નજીવી બાબતમાં પડોશી વચ્‍ચે ઝઘડો થયો હતો. જેમાં સામ સામો પથ્‍થરમારો કરી ખૂની ખેલ કેલાયેલો. જેમાં એક યુવાનને વધુ પથ્‍થરોવાગતા યુવાનનું મોત થવા પામ્‍યું હતું.
ધરમપુરના ભવાડા ગામે ખેલાયેલ ખુની ખેલની જાણ ધરમપુર પોલીસને થતા જ પોલીસ કાફલો ભવાડામાં ધસી ગયો હતો. પરંતુ પોલીસ ઘટના સ્‍થળે પહોંચે તે પહેલાં જ બે જુથો રસ્‍તાના મામલામાં સામ સામે પથ્‍થરમારો કરવામાં આવતા વધુ પથ્‍થરો લાગી જતા ઘટના સ્‍થળે જ સતિષ ગાયકવાડ નામના યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું. પોલીસે હત્‍યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

દિવાળી વેકેશનને લઈને ટ્રાફિક સંદર્ભે એસપીએ હોટલ એસોસિએશન સાથે યોજી બેઠક

vartmanpravah

દમણ સહિત સમગ્ર સંઘપ્રદેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રશાસન દ્વારા થઈ રહેલા અનેક પ્રયાસો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

વલસાડ તાલુકાના 2 અને ધરમપુર તાલુકાના 3 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah

દમણ કેમ્‍પસ ખાતે આયોજીત ત્રણ દિવસીય NIFTના કલાત્‍મક ફેશન શોનું રંગારંગ સમાપન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

Leave a Comment