October 16, 2026
Vartman Pravah
દીવદેશ

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ કોલેજ દીવના સ્‍વયંસેવકો દ્વારા ‘આઝાદી કા અમળત મહોત્‍સવ’ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે હળવા આસનો તેમજ સૂર્ય નમસ્‍કાર કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17
હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર 14મી જાન્‍યુઆરી એટલે કે શુક્રવારે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે તો તે પાવન પર્વે અર્થાત મકર સંક્રાંતિના દિવસે ‘આઝાદી કા અમળત મહોત્‍સવ‘અંતર્ગત નિમિત્તે હળવા આસનો તેમજ સૂર્ય નમસ્‍કાર કાર્યક્રમનું આયોજન રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ કોલેજ, દીવ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
પ્રાચીન કાળથી શરીર અને મનની તંદુરસ્‍તી માટે યોગસનો મહત્‍વ આપવામાં આવ્‍યું છે અને તેનું સાંસ્‍કળતિક રીતે પણ મહત્‍વ રહેલું છે. વર્તમાન કોરોનાકાળને ધ્‍યાનમાં રાખીને આજરોજ મકર સંક્રાંતિના દિવસે તંદુરસ્‍ત સ્‍વાસ્‍થ્‍યની કામના સાથે ગોમતી માતા બીચ, વણાંકબારા ખાતે સૂર્ય નમસ્‍કાર, અનુલોમ-વિલોમ, પ્રાણાયામ તેમજ હળવા આસનો સ્‍વયંસેવકો દ્વારા કરવામાં આવ્‍યા હતા અને આ રીતે યોગ અને આસનો દ્વારા મકર સંક્રાંતિ પર્વની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન એન.એસ.એસ. પ્રોગામ ઓફિસર પ્રા.કોકિલા ડાભીએ દીવ કોલેજના પ્રાચાર્ય શ્રી વિવેકકુમારના નેતળત્‍વ હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

સુરતમાં વહેલી સવારે ઘાતક હથિયારોથી કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી ભાગેલા પાંચ લૂંટારૂઓ વલસાડથી ઝડપાયા

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

દમણમાં આડેધડ દારૂ-બિયર વેચતા વાઈનશોપ અને બાર રેસ્‍ટોરન્‍ટો સામે તવાઈની શરૂઆત

vartmanpravah

અવસર લોકશાહીના મહાપર્વનો નવસારી  જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

દીવ ગંગેશ્વર મહાદેવ ને ખુદ સમુદ્ર અભિષેક કરે છે

vartmanpravah

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah

Leave a Comment