Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ નગરપાલિકા દ્વારા શાકભાજી બજાર અને મચ્‍છી બજારમાં બનેલી દુકાનો ડ્રો ગયા વર્ષે તારીખ 22 જાન્‍યુઆરીના રોજ થયેલી હતી. જેમાં નગરપાલિકા નિષ્‍ફળ નિવડી હતી, આ દુકાનો મળ્‍યા બાદ કોઈ કારણસર કોઈ પણ ધંધાદારીઓને દુકાન સફળતાપૂર્વક ધંધો ન થયો હતો, જેથી લગભગ દોઢ વર્ષ દરમિયાન દુકાનો ખાલી રહી હતી અને નગરપાલિકાને મોટું નુકસાન ભોગવવું પડ્‍યું હતું.
નગરપાલિકાના પરિસરમા શાકભાજી બજારની આઠ દુકાનો અને મચ્‍છી બજારની ચાર દુકાનોનો ડ્રો કરવામાં આવ્‍યો. જેનુ ભાડું રૂા.2,000 કરી દેવામાં આવ્‍યુ, અગાઉ હરાજીમાં 3000 ની આસપાસ ભાડું હતું, પરંતુ ત્‍યાં મળેલી દુકાનો નહિ ચાલવાના કારણે તથા નગરપાલિકાની તાનાશાહીને લઈને ફરી ડ્રો કરવાની ફરજ પડી હતી. આ વખતે આપવામાં આવેલ દુકાન એક વર્ષ માટે અપાઈ છે.
સાથે દીવમાં છૂટક ધંધો કરતા લારી ગલ્લા, રેકડીઓ તથા ફેરી કરતા અથવા નાના વેપારીઓ જે રોડ રસ્‍તા ઉપર વેપાર કરે છે તેના માટે ઉઘરાણી માટે હરાજી કરવામાં માટે બે વ્‍યક્‍તિઓએ નામ નોંધાવ્‍યા હતા. જેની હરાજીની શરૂઆત પાંચલાખ એક મહિનાના એમ વર્ષ દરમિયાન આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. હરાજીમાં બોલી પાંચ લાખ વીસ હજારની ઊંચ બોલી બોલાય હતી. જે ફકીર અમીન નસરુદ્દીન નામના વ્‍યક્‍તિએ સફળતાપૂર્વક ઉચ ભાવ આપી વર્ષ માટે પોતાની બોલી નોંધાવી હતી.

Related posts

વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોકી નેશનલ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

વસુધારા ડેરી સંચાલિત ખારવેલ-ધરમપુરની દૂધ ઉત્‍પાદક મંડળીની મહિલા પશુપાલકનું કેન્‍દ્રીય ગૃહમંત્રી અને મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં કરાયું સન્‍માન

vartmanpravah

Leave a Comment