December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.14: વરસાદની સિઝન ચાલુ થઈગઈ છે ત્‍યારે ટ્રાફિક પોલીસના સાથે સાથે ટીઆરબી જવાનો પણ ટ્રાફિક નિયમનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે ત્‍યારે વરસાદી સિઝનમાં વરસાદથી રક્ષણ મેળવવા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડીએસપી કચેરી ખાતે સાબર ટ્રાફિક એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા ટીઆરબી જવાનો માટે રેઈનકોટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા 96 જેટલા ટીઆરબી જવાનોને વરસાદથી રક્ષણ મેળવવા રેઈનકોટ વિતરણ કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, સાબર ટ્રાફિક એજ્‍યુકેશન ટ્રસ્‍ટના પ્રમુખ ગોપાલ સિંહ રાઠોડ ઉપસ્‍થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા ટીઆરપી જવાનો આ કાર્યક્રમમાં હાજર રહી વરસાદથી રક્ષણ મેળવવા નિઃશુલ્‍ક રેઈનકોટ મેળવ્‍યા હતા.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઈથી લાકડા ભરેલો ટેમ્‍પો જપ્ત કરાયો

vartmanpravah

વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડ ખાતે ૭પમા ગણતંત્ર દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment