July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: પારડી પોલીસ સ્‍ટેશનના અરૂણ હરિચંદ્ર, શિવરામ રમેશ, સંદીપ ગુલાબ, મહેશ ગોપાલ વિગેરેનો સ્‍ટાફ પારડી વિસ્‍તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પારડી પોણીયા સ્‍કૂલ ફળીયા ખાતે રમેશભાઈની વાડીમાં આંબાના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગા પર છાપો મારતા આંબાના ઝાડ નીચે કુંડાળું કરી જુગાર રમતા (1) રમેશ ભગુભાઈ પટેલ રહે.સ્‍કૂલ ફળિયા પોણીયા, (2) વિક્રમ સોમાભાઈ નાયકા રહે.ચાદણવેરી પોણીયા, (3) નવીન શંકર રહે.રેલવે ફળિયા પોણીયા, (4) મંગુ બાલુ રહે.દમણીઝાંપા ડુંગળી ફળિયા પારડી, (5) મનોજ રહે.શિશુ મંદિર સ્‍કૂલ પાછળ, (6) નવીન હળપતિ રહે.મોરા ફળિયા પોણીયા અને (7) માંદા નાયકા રહે.શિશુ મંદિર સ્‍કૂલ પાછળ પોણીયા તમામની ધરપકડ કરી અંગ જડતી અને દાવ પર મુકેલા તથામોબાઈલ મળી કુલ 6960 રૂપિયા કબજે લઈ તમામ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Related posts

હાઈવે ધરમપુર ચોકડી પરથી ફિલ્‍મી ઢબે પીછો કરી પોલીસે 100 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍થો ભરેલી કાર ઝડપી

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ૪૦મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

vartmanpravah

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

vartmanpravah

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

વાપી મામલતદાર કચેરીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો: પાલિકાના પાથરણા વાળાનો મુદ્દો ગાજ્‍યો અને નિરાકરણ કરાયું

vartmanpravah

Leave a Comment