Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવી નકોર કારમાં દારૂ ભરી લઈ જતાં સેલવાસના ખેપિયાની પારડી વિશ્રામ હોટલ પાસેથી ધરપકડ

દારૂ અને કાર મળી પારડી પોલીસે 5.26 લાખનો મુદ્દામાલ કબજે, સંડોવાયેલા બે ઈસમોને જાહેર કર્યા વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: પારડી પોલીસ મથકના પી.આઈ બી.જે.સરવૈયા તેમના સ્‍ટાફ સાથે પારડી પોલીસ હદ વિસ્‍તારમાં પ્રોહીબીશન અને જુગારના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં ફરી રહ્યા હતા. ત્‍યારે સોમવારના મળસ્‍કે મળેલી બાતમી આધારે પારડી નેશનલ હાઈવે સ્‍થિત વિશ્રામ હોટલ આગળ વોચ ગોઠવી બાતમી વાળી વગર નંબરની નવી નકોર વેન્‍યુ કાર આવતા પોલીસે ટ્રાફિક જામ કરાવી અટકાવી હતી અને જેની તલાશી દરમિયાન પારડી પોલીસને કારમાંથી અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલ નંગ 46 જેની કિંમત રૂા.71,400/-નો મુદ્દામાલ મળી આવતા દારૂ અને રૂા.4,00,000ની કાર મળી રૂા.5,26,400 નો મુદ્દામાલ કબજે ચાલક રાજૂભાઈ દેવરાજ ઉપાધ્‍યાય ઉ.વ.22 રહે.સેલવાસ મસાટી સ્‍પિં્રગ સિટી એકવા, રખોલી રોડની ધરપકડ કરી છે અને જેની પારડી પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં આ દારૂનો જથ્‍થો સેલવાસથી સાહિલ નામના ઈસમે ભરાવીઆપ્‍યો હોવાનું અને સુરત કીમ ખાતે રાજા ઉર્ફે અક્કુ એ મંગાવ્‍યો હોવાનું જણાવતા પોલીસે આ બંનેને વોન્‍ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મદિને રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલી દ્વારા નરોલી ખાતે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન

vartmanpravah

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા શૈક્ષણિક સત્રથી પાંચ સરકારી શાળામાં શરૂ થશે સી.બી.એસ.ઈ.નું નવમું ધોરણ

vartmanpravah

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

vartmanpravah

Leave a Comment