(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.17: પારડી કોલેજની બાજુમાં રહેતા વિનોદભાઈ પપ્પુભાઈ ધો. પટેલ ઉ.વ.51 અને વનીતાબેન વિનોદભાઈ ધો. પટેલ ઉ.વ 45 બંને પતિ-પત્ની પૈકી પતિ પારડી હોસ્પિટલમાં જ્યારે પત્ની પારડી દમણીઝાંપા સ્થિત શુભમ હોસ્પિટલમાં નોકરી કરી પોતાના પરિવાર સાથે જીવન ગુજારે છે.
આજરોજ સવારે પત્ની વનીતબેને નોકરી પૂરી થઇ ગઈ હોય પતિ વિનોદભાઈને દમણી ઝાંપા લેવા માટે બોલાવતા પતિ વિનોદ પોતાનું મેસ્ટ્રો મોપેડ નંબર જીજે 15 બીસી 2480 લઈ પત્ની વનિતાબેનને લેવા દમણીઝાંપા જઈ ત્યાંથી બંને પતિ-પત્ની પારડી સર્વિસ રોડ થઈ પોતાના ઘરે આવી રહ્યા હતા.
આ દરમ્યાન મહેતા હોસ્પિટલની પાસે શાહરૂખની દુકાન સામે દમણી ઝાંપાથી પારડી બજારમાં જતા સર્વિસ રોડ પર મહેન્દ્ર પીકઅપ નંબર આરજે 42 બીએ 3924 ના ચાલકે પૂરપાટ અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી જઈ રહેલ પતિ-પત્નીના મોપેડને પાછળથી ટક્કર મારતા વનિતાબેન નીચે પડી જઈ પીકઅપ નીચે આવી જતા માથા અને શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ એમનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે પતિ વિનોદભાઈને સામાન્ય ઈજા ઓ થતા એમને પારડી હોસ્પિટલમાં સારવાર આપી રજા આપવામાં આવતા એમણે પિકઅપ ચાલક વિરૂધ્ધ પારડી પોલીસ સ્ટેશને ફરિયાદનોંધાવતા પારડી પોલીસે વનિતાબેનની લાશને પી.એમ.માં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Next Post

