June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

મહારાષ્‍ટ્રના પ્રથમ અને દેશના બીજા ટ્રાન્‍સજેન્‍ડર વકિલ ડો. પવન યાદવના મુખ્‍ય અતિથિ પદે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રથમ વખત યોજાયો આ પ્રકારનો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : માનવ અધિકાર દિવસની ઉજવણીમાં હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા તેના પરિસરમાં 11 ડિસેમ્‍બર, 2023ના મંગળવારે એક વિચારપ્રેરક વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ‘‘ઓળખની સીમાઓથી આગળ ટ્રાન્‍સજેન્‍ડર્સના અધિકારો અને પડકારો” વિષય પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઈવેન્‍ટનો ઉદ્દેશ્‍ય ટ્રાન્‍સજેન્‍ડર સમુદાય દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો અને સમાવેશીતા અને સમાનતાને પ્રોત્‍સાહન આપવાની રીતો શોધવાનો હતો.
વર્કશોપમાં મહારાષ્‍ટ્રના પ્રથમ અને ભારતના બીજા ટ્રાન્‍સજેન્‍ડર વકીલ ડૉ. પવન યાદવ મુખ્‍ય વક્‍તા તરીકેઉપસ્‍થિત રહ્યા હતા. જેઓ મહારાષ્‍ટ્ર બોર્ડ ઓફ ટ્રાન્‍સજેન્‍ડર વેલફેર(કલ્‍યાણ)ના અધ્‍યક્ષ પણ છે. તેમણે ટ્રાન્‍સજેન્‍ડર દ્વારા સામનો કરવામાં આવતા કાયદાકીય પાસાઓ, અધિકારો અને પડકારો પર ઊંડી આંતરદૃષ્‍ટિ વર્ણવી હતી. વકિલ ડૉ. યાદવના અનન્‍ય પરિપ્રેક્ષ્ય અને ટ્રાન્‍સજેન્‍ડર અધિકારોની હિમાયત કરવાના અનુભવના સંપદાથી ઉપસ્‍થિત લોકો મંત્રમુગ્‍ધ થયા હતા.
આ અવસરે વર્કશોપનું સુંદર આયોજન કરવા બદલ વકિલ ડૉ. પવન યાદવે તેમના નિવેદનમાં સંસ્‍થાના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણનો વારંવાર આભાર માન્‍યો હતો અને કહ્યું હતું કે, તેમના જીવનને નવી દિશા આપવામાં તેમનો મોટો ફાળો છે.
આ પ્રસંગે એલ.એલ.બી.ના પ્રથમ વર્ષનાં બે ગતિશીલ વિદ્યાર્થી વક્‍તાઓ શ્રી મહેક પટેલ અને કુ.સંજના એસ. નાયરે કાર્યક્રમમાં એક યુવા અને ઊર્જાવાન સ્‍પર્શને જોડયું હતું. તેમણે ટ્રાન્‍સજેન્‍ડર વ્‍યક્‍તિઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર આકર્ષક પરિપ્રેક્ષ્ય રજૂ કર્યું અને તેમના અધિકારોને ઓળખવા અને આદર આપવાના મહત્ત્વ પર પ્રકાશ પાડયો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્‍યક્ષ શ્રી ફત્તેહસિંહ ચૌહાણે સૌના સમાન અધિકારો અને વસુધૈવ કુટુંબકમ્‌ની વ્‍યાખ્‍યા અને દરેક જીવના સમાન અને સન્‍માનના અધિકાર અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ અવસરે ઉપાધ્‍યક્ષ શ્રી અનંતરાવ નિકમેપણ ટ્રાન્‍સજેન્‍ડર સમુદાયના અધિકારોને સ્‍વીકારવા અને તેમની સુરક્ષાના મહત્ત્વ ઉપર પોતાના વિચારો જણાવ્‍યા હતા. તેમણે એક સર્વસમાવેશક અને મદદરૂપ વાતાવરણને પ્રોત્‍સાહન આપવા માટે સંસ્‍થાની પ્રતિબદ્ધતા પર ભાર મુક્‍યો હતો.
આ અવસરે સેક્રેટરી શ્રી એ.નારાયણન, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, ખજાનચી શ્રી વિશ્વેશ દવે અને મેનેજીંગ કમિટીના સભ્‍ય શ્રી છત્રસિંહ ચૌહાણ, શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના પ્રિન્‍સિપાલ ડૉ. સીમા પિલ્લઈ, વાઈસ પ્રિન્‍સિપાલ શ્રીમતી જાન્‍હવી અરેકર, હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ ડૉ. નિશા પારેખ, વાઈસ પ્રિન્‍સિપાલ શ્રીમતી શિલ્‍પા તિવારી અને લાયન્‍સ ઈગ્‍લિશ સ્‍કૂલના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી નિરાલી પારેખ તથા કોલેજના વિદ્યાર્થીઓ અને આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન આકાંક્ષા મિશ્રાએ કર્યું હતું. જેમણે કાર્યક્રમના સરળ પ્રવાહને સુનિヘતિ કર્યો હતો અને દર્શકોને અસરકારક રીતે જોડયા હતા.
અત્રે આયોજીત વર્કશોપ ન માત્ર ટાન્‍સજેન્‍ડર સમુદાય દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડે છે, પરંતુ અર્થપૂર્ણ ચર્ચા અને સંવાદ માટે એક ફલેટફોર્મ તરીકે પણ કામ કરે છે. હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ ખાતેનોકાર્યક્રમ કાનૂની સમુદાયમાં માનવ અધિકારો અને સર્વસમાવેશકતાને પ્રોત્‍સાહન આપવા માટે સંસ્‍થાના સમર્પણનો પુરાવો હતો.

Related posts

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

vartmanpravah

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ તરણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment