July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વૈશાલી ચાર રસ્‍તાથી છીરી રોડ સુધી ટ્રાફિકને નડતર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

જીઆઈડીસી, નોટિફાઈડ અને પોલીસે સંયુક્‍ત પણે ઓપરેશન હાથ ધર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી ગુંજન વિસ્‍તારમાં પ્રતિદિન વકરેલી ટ્રાફિક સમસ્‍યાના ઉકેલ માટે આજે મંગળવારે વાપી વૈશાલી હાઈવે ચારરસ્‍તાથી છીરી સુધી રોડ ઉપરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
વાપી જીઆઈડીસી, નોટિફાઈડ અને પોલીસ દ્વારા સંયુક્‍ત હાથ ધરાયેલ દબાણ હટાવોઝુંબેશમાં દુકાનો સામે કરાયેલ છાપરા, દબાણો, હટાવાયા હતા. ગુંજન જીઆઈડીસી ટાઉનશીપનો હાર્દ સમાન વિસ્‍તાર છે. સવાર સાંજ લોકો ખરીદી માટે આવતા જતા રહે છે. બીજું ઔદ્યોગિક વસાહતમાં જવા આવવા માટે ગુંજનથી જ પસાર થવું પડે છે. તેથી સવારે પીકઅવર અને સાંજે ગુંજનમાં ટ્રાફિક સમસ્‍યા ઉદ્‌ભવતી રહેતી આવેલી છે. ક્‍યારેક તો પાર્કિંગ કરવાની પણ માથાકૂટ રહેતા ટુવ્‍હિલર કે ફોર વ્‍હિલર પાર્ક ક્‍યાં કરવું તેની જગ્‍યા પણ મળતી નહોતી. તેથી પોલીસ, નોટિફાઈડ અને જીઆઈડીસીએ આજે રોડ અંતરાયરૂપ દબાણો દુર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. તેથી ટ્રાફિક પીએસઆઈ કે.ડી. પંથ અને સ્‍ટાફે આજે વૈશાલી ચાર રસ્‍તાથી છીરી રોડ સુધીના દબાણો દુર કર્યા હતા. આ રોડ કોપરલી મેઈન રોડ પણ પહોવાથી બસો અને ગ્રામ્‍ય વાહનોની અવર જવર એવરેજ વધુ રહેતી હોવાથી ટ્રાફિકજામ વધુ રહેતો હતો.

Related posts

ચીખલી-આલીપોર વચ્‍ચે નેશનલ હાઈવેના સર્વિસ રોડની સપાટી ઠેર ઠેર બેસી જતા અકસ્‍માતને નોતરતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્‍ય

vartmanpravah

દમણ દલવાડામાં ભંડારી પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment