Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

વાપીના વકીલ શશાંક મિશ્રાએ કલેક્‍ટર અને હાઈવે
ઓથોરિટીને લેખિત ફરિયાદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: ચાલુ ચોમાસા દરમિયાન વલસાડથી વાપી સુધીના હાઈવે ઉપર ઠેર-ઠેર મોટા જીવલેણ ખાડા અને પાણીનો ભરવો થવાની સમસ્‍યા વિકરાળ બનીચુકી છે. તેથી વાપીના વકીલએ બગવાડા ટોલ પ્‍લાઝા નજીક વાપી તરફ જતા હાઈવે ઉપર પડેલા મોટા ખાડાઓ અંગે જિલ્લા કલેક્‍ટર અને હાઈવે ઓથોરિટીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
વાપીના વકીલ શશાંકકુમાર એ. મિશ્રા માનવ અધિકાર ન્‍યાય મંડળ રાજ્‍યના કાઉન્‍સિલર છે, તેમણે 17 જુલાઈએ વલસાડ જિલ્લા કલેક્‍ટરશ્રી અને હાઈવે ઓથોરિટીને કરેલી લેખિત ફરિયાદ અનુસાર બગવાડા ટોલનાકા નજીક વાપી તરફના રોડ ઉપર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. આર.સી.સી. ડિવાઈડર સમાંતર ખાડાઓ જીવલેણ બની શકે છે. નજીકમાં જ હાઈવે ઓથોરિટીના બેઠેલા અધિકારીઓને હાઈવેના ખસ્‍તાહાલ દેખાતો નથી. એ તો ઠીક પણ વાપી સુધી અનેક જગ્‍યાએ હાઈવે ઉપર ખાડા પડી ચૂક્‍યા છે. બલીઠા પુલથી ચારરસ્‍તા તરફ જતા સર્વિસ રોડ ઉપર તો બે હાલ થઈ ગયો છે. છતાં હાઈવે ઓથોરિટી અંર્તધ્‍યાન મુદ્રામાં છે પરિણામે આમ આદમીની હાલત દયનીય બની ચૂકી છે.

Related posts

ધરમપુર વનરાજ કોલેજના 700 વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા નહી થતા ધરણા પર બેઠયા

vartmanpravah

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ટી.આર.બી. જવાન પટકાયો, સારવાર માટે સુરત ખસેડયો : ગુંદલાવના લોકોએ હાઈવે મરામત કર્યો

vartmanpravah

Leave a Comment